Friday, November 21, 2025

અમદાવાદના ઈતિહાસનું સૌથી મોટું ડિમોલિશન, મીની બાંગ્લાદેશ ગણાતા ચંડોળા તળાવ વિસ્તારમાં મેગા ડિમોલિશન

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ઘૂસણખોરો વિરુદ્ધ મોટી કાર્યવાહી થઈ રહી છે. તેમાં પણ આજે વહેલી સવારથી AMC બુલડોઝર સ્ટ્રાઇકની તૈયારી શરૂ કરાઈ છે. અમદાવાદનું મિની બાંગ્લાદેશ ગણાતા ચંડોળા તળાવ પાસે બુલડોઝર સ્ટ્રાઈક કરીને ઓપરેશન ક્લીન ચંડોળા શરૂ કરવામાં આવ્યું છે. તે માટે બે હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે…આ સાથે 40 થી 50 બુલડોઝર દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે, હવે આ કામગીરી પર સ્ટે મૂકવા માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેની આજે સુનાવણી હાથ ધરાશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના ચંડોળા તળાવ પાસે સૌથી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરો રહે છે. પોલીસે અહીંથી જ 800થી વધુ જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી. એવામાં હવે અહીં ગેરકાયદે બાંધકામો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સોમવાર રાત્રિથી જ ચંડોળા તળાવ પાસે મોટી સંખ્યામાં બુલડોઝર અને ટ્રકો ગોઠવી દેવામાં આવ્યા હતા. અહીં ગુજરાત પોલીસની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ, SRP તથા SOGની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે. કુલ બે હજારથી વધુ જવાનો તૈનાત કરાયા છે. અંદાજે 40 થી 50 બુલડોઝર અને 40થી વધુ ડમ્પરનો ખડકલો ચંડોળા તળાવ પાસે કરી દેવાયો છે.

ચંડોળામાં અત્યાર સુધી 500 જેટલા મકાનો અને ઝૂપડાં ધ્વસ્ત કરાયા છે. ત્યારે લલ્લા બિહાર નામનો વ્યક્તિ ખૂબ ચર્ચામાં છે.લલ્લા બિહારીએ પચાવી પાડેલી 2 હજાર વાર જગ્યા ખુલ્લી કરીને તેના ગેરકાયદે ફાર્મ હાઉસને તોડી પાડવામાં આવ્યું છે. ફાર્મ હાઉસ રૂમ, કિચન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ગાર્ડન, ફુવારા, મીની સ્વિમિંગ પુલ, હીંચકા અને AC સહિતની સુવિધાઓથી સજ્જ હતું. લલ્લા બિહારી ગેરકાયદે ફાઇનાન્સનો ધંધો કરતો અને ગેરકાયદે બાંગ્લાદેશીઓને આશરો પુરો પાડતો હતો.

લલ્લા બિહાર પશ્વિમ બંગાળના એજન્ટ થકી બાંગ્લાદેશીઓને લાવતો હતો. તે વ્યક્તિ દીઠ 10થી 15 હજાર રૂપિયા લેતો હતો અને જગ્યા ભાડે આપતો હતો. એટલું ગેરકાયદે આવેલા બાંગ્લાદેશીઓને ખોટા દસ્તાવેજ બનાવી આપતો હોવાના આરોપ છે. ત્યારે પોલીસે લલ્લા બિહારી અને તેના પુત્ર ફતેહની ધરપકડ કરી લીધી છે. હાલ બંનેને ક્રાઇમ બ્રાન્ચ લઇ જવામાં આવ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...