અમદાવાદ : જો તમે તમારા બાળકોને શાળાએ સ્કૂલ વાનમાં મોકલો છો, તો આ લાલબત્તી સમાન કિસ્સો કહી શકાય છે. ત્યારે એક સ્કૂલ વાન ચાલકે ચાર વર્ષની બાળકી સાથે અડપલાં કર્યા હોવાનો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો હતો. જે અંગે પોલીસે હાલ તો આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ આનંદનગર પોલીસ મથકમાં એક દિવસ એક યુવતી આવી હતી અને રજુઆત કરી હતી કે સરખેજ વિસ્તારમાં રહેતા સ્કૂલ વાનના ચાલકે તેની બાળકીની છેડતી કરી અડપલાં કર્યા છે. બાળકીના માતાપિતા બંને નોકરી કરે છે. નોકરી કરતા માતાપિતાને દસેક દિવસ પહેલા સ્કૂલમાંથી ફોન આવ્યો હતો અને તેઓએ જણાવ્યું કે, તેમની ચારેક વર્ષની દીકરી ઘણી જ ઉદાસ રહે છે. જેથી માતાપિતાએ આ બાળકીને સમજાવીને પૂછપરછ કરતા તેણી ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડવા લાગી હતી.
આ બાબતે માતાપિતાએ સ્કૂલમાં રજૂઆત કરી હતી. આખરે બાળકીએ સ્કૂલવાનચાલક ગમે ત્યાં અડે છે. માથા પર, ખભા પર એમ અડપલાં કરે છે. ભાંડો ફોડતા જ માતાપિતા પોલીસ મથકે પહોંચ્યા અને ફરિયાદ કરતા આનંદનગરપોલીસે આરોપી મુન્નાની ધરપકડ કરી હતી.