અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગ ફરી એક વાર નવા વાડજમાં ત્રાટક્યું હતું. નવા વાડજમાં આવેલ સ્વેની કોમ્પ્લેક્ષમાં મસમોટા ગેરકાયદે બાંધકામ તોડી પડયા હતા. નવા વાડજમાં અખબારનગર સર્કલ પાસે આવેલ સ્વેની કોમ્પલેક્ષમાં બોડીશેપ જીમ અને આસ્થા હોસ્પિટલ દ્વારા કરાયેલ ગેરકાયદે દબાણ હટાવ્યુ હતું. આ અગાઉ પણ સ્વેની કોમ્પલેક્ષમાં ચાલતા જીમના ગેરકાયદે બાંધકામને દૂર કરવામાં આવ્યા હતા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોન એસ્ટેટ અને નગર વિકાસ ખાતા દ્વારા અન-અધિકૃત બાંધકામો/દબાણો દૂર કરવાની ઝુંબેશના ભાગરૂપે ઇલે. વોર્ડ નં .6 એટલે નવા વાડજમાં આવેલ સ્વેની કોમ્પલેક્ષમાં બોડીશેપ જીમ અને આસ્થા હોસ્પિટલ દ્વારા કરાયેલ ગેરકાયદે દબાણ હટાવ્યુ હતું. મ્યુ કોપોરેશનના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આગામી સમયમાં ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલું રાખવામાં આવશે.