29.3 C
Gujarat
Saturday, June 21, 2025

અમદાવાદમાં પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન ફરજિયાત; નહીંતર AMC પાણી-ગટરના કનેક્શન કાપી જશે

Share

અમદાવાદ : અમદાવાદમાં શ્વાને પાળવા હવે ખુબ જ મુશ્કેલ સાબિત થઇ શકે છે. કોર્પોરેશન દ્વારા હવે કડક કાર્યવાહી કરવાની શરૂઆત થઇ ચુકી છે. જે અંગેનાં નિયમો પણ કોર્પોરેશન દ્વારા કડક નિયમો બનાવી દેવામાં આવ્યા છે. જેના અંતર્ગત તમારા શ્વાનથી જો કોઇને એક ખરોચ પણ આવી તો તમારા શ્વાન તો ઠીક તમારા પર પણ તંત્ર તુટી પડશે.

મ્યુ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પેટ ડોગ્સ રજિસ્ટ્રેશન ફરિજીયાત કરવું પડશે. સમય મર્યાદામાં અનુસાર નોંધણી થશે નહીં તો કાર્યવાહી થશે.મ્યુ ચેરમેને જણાવ્યું છે કે શ્વાનનું રજિસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તો શિક્ષાત્મક કાર્યવાહીમાં ગટર, નળ કનેક્શન કાપી નખાશે. જો શ્વાન માલિકની દાદાગીરી સામે આવશે તો શિક્ષાત્મક કાર્યવાહી પણ કરાશે. રજીસ્ટ્રેશન નહીં હોય તે ડોગ્સ શેલ્ટર હોમમાં મુકાશે.

તમને જણાવી દઈએ કે થોડા દિવસ અગાઉ શહેરના હાથીજણ વિસ્તારમાં એક 4 માસની બાળકી પર પાલતું શ્વાને હુમલો કર્યો હતો અને સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હતું. ત્યારબાદ પોલીસે બાળકીને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવીને શ્વાનના માલિક સામે ગુનો નોંધતાં શ્વાનના માલિક દિલીપ પટેલની ધરપકડ કરાઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં શ્વાનના માલિક પાલતું શ્વાનનું મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજિસ્ટ્રેશન કરાવ્યું ન હતું. ત્યારે હવે ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે નિયમોને વધુ કડક બનાવવામાં આવ્યા છે.

કેવી રીતે કરશો પાલતું શ્વાનનું ઓનલાઈન રજિસ્ટ્રેશન?
1) સૌપ્રથમ અમદાવાદ મનપાની સત્તાવાર વેબસાઈટ https://ahmedabadcity.gov.in/ પર જાઓ.
2) ત્યારબાદ વેબસાઈટના હોમ પેજ પર નીચે Important Linksનું સેક્શન હશે.
3) જેમાં એક Pet Dog Registrationનું ઓપ્શન બતાશે, તેના પર ક્લિક કરો.
4) બે ઓપ્શન બતાશે, તેમાં Login for Pet Dog Registration પર જાઓ.
5) જેમાં અરજદારનું નામ, અરજદારનો મોબાઈલ નંબર અને કેપ્ચા સબમીટ કરો.
6) ત્યારબાદ મોબાઈલ પર OTP આવશે તે એન્ટર કરતા એક લિંક ખુલશે.
7) જેમાં પાલતું શ્વાનના માલિકની ઓળખણના પુરાવા એન્ટર કરો.
8) તેના પછી PAY પર ક્લિક કરીને રૂ.200 રજિસ્ટ્રેશન ફીનું ઓનલાઈન પેમેન્ટ કરો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles