29.3 C
Gujarat
Saturday, June 21, 2025

IPLના રસિયાઓ માટે મોટા સમાચાર, IPL 2025 ફાઇનલ અને ક્વોલિફાયર 2 ની નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે

Share

અમદાવાદ : IPL ના રસિયાઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. IPL 2025ની ફાઇનલ મેચ આ વખતે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે તેવી જાહેરાત કરવામાં આવી છે. 3 જૂને IPL 2025ની ફાઇનલ મેચ યોજાવાની છે. ઓપરેશન સિંદૂર બાદ સુરક્ષાના ભાગ રૂપે IPL રદ્દ કરવામાં આવ્યો હતો. જેના થોડા દિવસ બાદ ફરી શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું. પરંતુ સ્થળો જાહેર કરવામાં આવ્યા નહોતા. ફાઇનલ તો અમદાવાદમાં રમાશે જ પણ સાથે જ 1 જૂને યોજાનારી ક્વોલિફાયર-2 પણ અહીંયા જ યોજાશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ફાઇનલ મેચ હવે અમદાવાદમાં રમાશે. 9 મેના રોજ, ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા લશ્કરી તણાવને કારણે IPL 2025 એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી હતી. આ પછી, BCCI એ 13 મે ના રોજ એક નવું શેડ્યૂલ બહાર પાડ્યું. તે સમયપત્રકમાં, બધી મેચોની તારીખો બદલવામાં આવી હતી. અગાઉ જાહેર કરાયેલા સમયપત્રક મુજબ, IPL ફાઇનલ 25 મેના રોજ રમાવાની હતી પરંતુ હવે તે 3 જૂને અમદાવાદમાં રમાશે.

રિપોર્ટ અનુસાર, પ્લેઓફની પહેલી બે મેચ એટલે કે ક્વોલિફાયર-1 અને એલિમિનેટર મેચ મુલ્લાનપુરમાં રમાશે. આ બંને મેચ 29 અને 30 મેના રોજ રમાશે. બીજી ક્વોલિફાયર મેચ અમદાવાદમાં રમાશે. હકીકતમાં, દેશમાં વરસાદની મોસમ ધીમે ધીમે શરૂ થઈ ગઈ છે અને તેને ધ્યાનમાં રાખીને, BCCI એ પ્લેઓફ મેચો માટે આ મેદાનોની પસંદગી કરી છે.

IPL 2025 ના પ્લેઓફમાં ત્રણ ટીમોએ પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ ત્રણ ટીમો ગુજરાત ટાઇટન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ છે. હવે છેલ્લા સ્થાન માટે મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો ચાલુ છે. હવે જોવાનું એ રહે છે કે આ બે ટીમોમાંથી કઈ ટીમ અંતિમ ચારમાં પહોંચવામાં સફળ રહે છે. IPLની ચાલુ સિઝનમાં 9 વધુ લીગ મેચ રમવાની છે. છેલ્લી લીગ મેચ 27 મેના રોજ રમાશે અને ત્યારબાદ પ્લેઓફ મેચો શરૂ થશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles