અમદાવાદ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ સેલની જૂની યોજનાઓમાં તારીખ 13 જુલાઇ 2022 થી 90 દિવસ માટે 100 ટકા પેનલ્ટી માફી આપવાનો જનહિતલક્ષી નિર્ણય કર્યો છે આ નિર્ણયને આવકારતા હાઉસીંગ રહીશોના પ્રશ્નોને લઈને લડતા વિવિધ મંડળો સરકારનો આભાર માન્યો છે. સાથે સાથે રિ-ડેવલપમેન્ટ પોલીસીમાં પણ પ્રજાલક્ષી ફેરફારની અપેક્ષા રાખી ટૂંક સમયમાં સારા પરિણામની આશા વિવિધ મંડળો રાખી રહ્યા છે.
ગુજરાત હાઉસિંગ વસાહત મંડલ જણાવે છે કે સરકારની દસ્તાવેજનું નિરાકરણ લાવવા પ્રયત્ન કર્યો છે તેને આવકારે છે અને તે માટે સરકારનો આભાર પણ માને છે અને સાથે સાથે સરકારમાં રજુઆત કરવામાં આવશે કે વ્યાજ સંપૂર્ણ પણે માફ કરે અને વધારાના બાંધકામનો દંડ જે હાલમાં પ્રતિ ચોરસ મીટરના 19000 હજાર છે તે આર્થિક નબળા વર્ગોને પરવડી શકે તેમ નથી અને તો તે સરકારનાહાઉસીંગ બોર્ડના રહિશો માટેના 2007 ના પેકેજ પ્રમાણે વધારાના બાંધકામનો દંડ પ્રતિ ચોરસ મીટર રૃ.450 કરવાની માંગ કરી છે.
હાઉસિંગ એપાર્ટમેન્ટ રિડેવલોપમેન્ટ ફેડરેશન જણાવે છે કે ગુજરાતની સંવેદનશીલ સરકારનો સમજદારી ભર્યો પ્રજાલક્ષી નિર્ણય જેના માટે ફેડરેશનના સભ્યો સરકારનો આભાર વ્યક્ત કરે છે. તથા રિ-ડેવલપમેન્ટ પોલીસીમાં પણ પ્રજાલક્ષી ફેરફારની અપેક્ષા રાખી ટૂંક સમયમાં સારા પરિણામની આશા રાખીએ છીએ એવું ફેડરેશન જણાવે છે.
આમ સૌ પ્રથમ હાઉસિંગના રહીશોનો પ્રાણ પ્રશ્ન બાકી હપ્તામાં રાહતનો નિર્ણય લેવાયો છે તેમ આવનાર સમયમાં દસ્તાવેજ, રિ-ડેવલપમેન્ટ સહિતના પ્રશ્નોના પ્રજાલક્ષી નિર્ણય લેવાય તેવી આશા ચોક્કસ રાખી શકાય.