અમદાવાદ : અમદાવાદના જાણીતા રેડિયો જોકી કુણાલના પિતાએ સ્યુસાઇડ નોટ લખીને આપઘાત કર્યો છે. પિતાના આપઘાતને લઇને પોલીસ પહોંચી હતી. પોલીસ દ્વારા અકસ્માતે મોત નોંધવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, RJના પિતા પહેલા તેમના પૂર્વ પત્નીએ કેટલાક વર્ષો પૂર્વે આપઘાત કર્યો હતો.
સમગ્ર શહેરને મિર્ચી મુર્ગા નામે હસાવનાર અને આ શો થકી જાણીતો બનેલો રેડિયો જોકી RJ કૃણાલના પિતા ઈશ્વરભાઈ દેસાઈએ રેલવે ટ્રેક પર આપઘાત કર્યો છે. તેમણે એક સ્યુસાઇડ નોટ લખીને જીવન ટૂંકાવી લીધું છે. પિતાના આપઘાતના સમાચાર મળતા પોલીસ પહોંચી હતી. પોલીસ દ્વારા અકસ્માતે મોત નોંધવામાં આવ્યું છે. પોલીસે હાલ સૂસાઈડ નોટ કબ્જે કરી અકસ્માતે મોત નોંધી તપાસ શરૂ કરી છે. આત્મહત્યા અંગે કૃણાલની અગાઉની પત્ની ભૂમિ પંચાલના પરિવારજનો જવાબદાર હોવાનું સામે આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, RJ કૃણાલના પિતા પહેલા તેમના પૂર્વ પત્ની ભૂમિએ કેટલાક વર્ષો પૂર્વે આપઘાત કર્યો હતો. 21 જાન્યુઆરી 2016ના રોજ RJ કૃણાલની પૂર્વ પત્ની ભૂમિ દેસાઈએ બપોરે સચીન ટાવરના 10માં માળેથી ઝંપલાવી આપઘાત કર્યો હતો.