અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વધુ એક વખત ગુજરાતના પ્રવાસે આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવવાના છે. અમિત શાહ 26 જૂને સાંજે અમદાવાદ પહોંચશે. અમદાવાદ ખાતે યોજાનાર 148 મી રથયાત્રામાં કેન્દ્રીય ગૃહમંત્રી હાજરી આપશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ એકવાર ફરી ગુજરાતની મુલાકાતે આવવાના છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 27 અને 28 જૂનનાં રોજ ગુજરાત આવશે. અમદાવાદ ખાતે યોજાનાર 148 મી રથયાત્રામાં કેન્દ્રીય ગૃહમંત્રી હાજરી આપશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રથયાત્રાના દિવસે સવારે 4 વાગ્યે મંગળા આરતીમાં ઉપસ્થિત રહેશે. આ પ્રવાસ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ત્રણ કાર્યક્રમ પણ યોજાશે.ત્યારબાદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સવારે 6 વાગ્યે પહિંદ વિધિ કરશે.
ત્યારબાદ ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર જિલ્લામાં 3 કાર્યક્રમોમાં હાજરી આપશે. તેઓ સૌપ્રથમ કલોલ ખાતે મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ ગાંધીનગર ખાતે લાઈબ્રેરીનું ઉદ્ઘાટન તથા ગિફ્ટ સિટી ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. અમદાવાદ અને સાણંદના પણ કાર્યક્રમો હાલમાં નિશ્ચિત કરવામાં આવી રહ્યા છે અને તેમાં પણ હાજરી આપી શકે છે. આ સિવાય અન્ય બેઠકો પણ અમિત શાહ કરી શકે છે.