અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચુંટણી આ વર્ષના અંતમાં આવી રહી છે ત્યારે હાલ અમદાવાદ શહેરની સરકારી કે ખાનગી કોઇપણ મિલકતની દિવાલ જોશો તો રાજકીય પક્ષોના ચૂંટણી ચિહ્નો દોરેલા નજરે ચઢશે. રાજકીય પક્ષોએ નિશાનથી દીવાલો ચિતરી દીધી હોવાથી હાલ શહેરની શોભાને ઝાંખપ લાગી રહી છે. સ્માર્ટ સિટી અમદાવાદ…હેરિટેજ સિટી અમદાવાદ.અમદાવાદ શહેરની દિવાલો પર હાલ માત્ર પક્ષોના ચૂંટણી ચિહ્નો દેખાઇ રહ્યા છે. જેને લઈને કેટલાક લોકો કહી રહ્યા છે પ્રજા બધુ જાણે છે, દીવાલો પર નહિ પણ દિલમાં ઉતરવું જોઈએ.
અમદાવાદમાં જ્યા જુઓ ત્યાં રાજકીય પાર્ટીના ચૂંટણી ચિહ્નો દેખાઇ રહ્યા છે. ભાજપ, વિરોધ પક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ચિહ્નો દેખાઇ રહ્યા છે. આ ત્રણેય પક્ષો દ્વારા અમદાવાદ શહેરની દિવાલો પર પોતાના ચૂંટણી ચિન્હ દોરવામાં આવ્યા છે. ફક્ત દિવાલો નહિ મેટ્રોના પિલ્લરો પણ ચિતરી દેવાયા છે. માત્ર અમદાવાદ જ નહીં પરંતુ ગુજરાત તમામ શહેરોમાં આવા ચિત્રો જોવા મળે છે.આ ચિત્રો માત્ર ખાનગી દિવાલો પર નથી.આ ચિત્રો અમદાવાદ મનપાની મિલકતો પર પણ ચીતરી દેવામાં આવ્યા છે.શું આવા ચિત્રો દોરતાં પહેલા રાજકીય પક્ષોએ કોઇ પરવાનગી લીધી છે કે કેમ? તે સૌથી મોટો પ્રશ્ન થઇ રહ્યો છે.