30.6 C
Gujarat
Wednesday, July 30, 2025

અમદાવાદીઓ સાવધાન ! હવે વાહનો જપ્ત કરાશે, રોંગ સાઈડ ડ્રાઈવિંગ કરનારા સામે હાઈકોર્ટ કડક

Share

અમદાવાદ : અમદાવાદમાં ટ્રાફિક નિયમોના ભંગ અને ખાસ કરીને રોંગ સાઈડ ડ્રાઈવિંગના વધતા કેસોને લઈને ગુજરાત હાઈ કોર્ટે અમદાવાદ ટ્રાફિક પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્રની ઝાટકણી કાઢી હતી. હાઈ કોર્ટે ટ્રાફિક નિયમોના અમલીકરણમાં ઢીલાશ દર્શાવવા બદલ નારાજગી વ્યક્ત કરી હતી અને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, માત્ર વાયદાઓ નહીં, પરિણામો જોઈએ. કોર્ટે ટ્રાફિક વિભાગને એક સપ્તાહ સુધી કડક કાર્યવાહી કરવા અને દર બુધવારે કામગીરીના અહેવાલની સમીક્ષા રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા આયોજિત ક્રાઈમ કોન્ફરન્સમાં પોલીસ કમિશ્નર સમક્ષ રોંગ સાઇડ આવતા વાહનોને નાથવા કોર્ટની સૂચના ધ્યાને મૂકાઈ હતી. શહેર પોલીસ કમિશ્નરે રોંગ સાઇડ ડ્રાઈવિંગ કરનારા સામે કડક પગલા પોલીસ અધિકારીઓને હુકમ આપ્યો છે. જો કે કોર્ટે કહ્યું હતું FIR નોંધવાથી કશું નહીં થાય, રોંગ સાઇડ આવતા વાહનો જપ્ત કરવા જોઈએ.

સરકારી વકીલે કહ્યું હતું કે અઘરી પરિસ્થિતિઓમાં ટ્રાફિક જવાનો કામ કરે છે. અમદાવાદમાં મેઘાણીનગર પ્લેન ક્રેશમાં શહેરના 40 ટકા પોલીસ કર્મચારીઓએ 24 કલાક કામ કર્યુ હતું. ત્યારબાદ અમદાવાદમાં રથયાત્રા પણ સફળતાપૂર્વક સંપન્ન કરી હતી. વરસાદ અને ભેજવાળા અને ધૂળિયા વાતાવરણમાં પોલીસ જવાનો રોડ ઉપર કામ કરે છે. વરસાદ અને ભેજથી બચવા અને કંટાળેલા લોકો શોર્ટકર્ટ્સ માટે રોંગ સાઇડ ડ્રાઇવ કરે છે, અમે રખડતા ઢોર અટકાવ્યા તેમ રોંગ સાઇડ આવતા વાહનોને પણ નાથીશું. કોર્ટ સમક્ષઅઠવાડિક પ્રોગ્રેસ રિપોર્ટ આપીશું.

કોર્ટે કહ્યું હતું કે પિક અવર્સમાં લોકો ટ્રાફિકથી બચવા શોર્ટ કર્ટ માટે રોંગ સાઇડ આવે છે, એટલે ભારે વાહનો માટે પિક અવર્સમાં પ્રતિબંધનો કડક પાલન કરાવો. શહેરમાં રોંગ સાઇડ ડ્રાઇવિંગ બંધ થાય તે માટે તંત્રએ ટાયર કિલર લગાવ્યા હતા, તેમ છતા પરિસ્થિતિ જેમની તેમ છે. કોર્ટે કહ્યું કે, આ તમામ પ્રયાસોમાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. જો કાયદાનું અમલીકરણ કડક નહીં હોય તો તમને કોઈ ગાંઠશે નહીં. એફઆઈઆર નોંધવાથી કશું નહીં થાય, રોંગ સાઇડ આવતા વાહનો જપ્ત કરવા જોઈએ.

સરકારી વકીલે કોર્ટમાં ખાતરી આપતા કહ્યું કે, આગામી એક સપ્તાહ દરમિયાન રોંગ સાઇડ ડ્રાઇવિંગ સહિતના મામલે પોલીસ કડક કામગીરી કરશે. નિયમોનું પાલન કરાવવા માટે પેનલ્ટી, લાઇસન્સ સસ્પેન્ડ સિવાય શું પગલાં લઈ શકાય તે અંગે પણ વિચાર કરવા હાઇ કોર્ટે સૂચન કર્યું હતું.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles