અમદાવાદ : લિફટમાં ફસાવવાના બનાવો અમદાવાદમાં જવલ્લે જ બનતા હતા, હવે તેની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદના રાણીપ વિસ્તારમાં ડિ-માર્ટ પાસે આવેલી હોટેલની લીફ્ટમાં 4 મહિલા ફસાઈ હોવાની ઘટના સામે આવી છે. હોટલ રિજેન્ટા ઇનની લિફ્ટમાં મહિલાઓ ફસાઈ હતી. રાણીપ વિસ્તારમાં હોટેલની લિફ્ટમાં મહિલાઓ ફસાઈ હતી. ટેક્નિકલ ખામી સર્જાતાં 4 મહિલાઓ ફસાઈ ગઈ હતી. ફાયરની ટીમે ફસાયેલી 4 મહિલાનું રેસ્ક્યુ કર્યું છે. જેમાથી એક મહિલાની તબિયત લથડતા સારવાર અપાઈ રહી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના રાણીપ વિસ્તારમાં ડિ-માર્ટ નજીક હોટેલ રીજન્ટા ઇનમાં રવિવારે (20 જુલાઈ) સાંજે 6 વાગ્યાની આજુબાજુ હોટેલની લિફ્ટ પ્રથમ માળે બંધ થઈ ગઈ હતી. લિફ્ટમાં અંદાજે 10થી વધુ લોકો હતા જે ફસાઈ જવાના કારણે બુમાબૂમ કરવા લાગ્યા હતા. તાત્કાલિક ધોરણે હોટેલનો સ્ટાફ દોડી આવ્યો હતો. હોટેલ સ્ટાફ દ્વારા મહામહેનતે તમામ લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. જો કે, લિફ્ટમાં ફસાઈ જવાના કારણે લોકોને ગભરામણ અને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. તમામ લોકોને બહાર કાઢીને હોટેલના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર બેસાડવામાં આવ્યા હતા.
આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી. આ ઘટનામાં એક મહિલાની તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હોટલ રિજેન્ટા ઇનની લિફ્ટમાં ટેક્નિકલ ખામી સર્જાતાં 4 મહિલાઓ ફસાઈ હોવાની પ્રથમિક માહિતી મળી છે. આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગે સલામત રીતે 4 મહિલાનું રેસ્ક્યુ કર્યું છે.