29.1 C
Gujarat
Thursday, October 10, 2024

અમદાવાદીઓ માટે નવું નજરાણું : AMC દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પર શરૂ થશે આ નવી સુવિધા

Share

અમદાવાદ : અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ અનેક આકર્ષણોથી લોકોને લોભાવનારો તો બની જ ગયો છે, એક રિપોર્ટ મુજબ AMC દ્વારા ભાડેથી અપાતી સાઇકલની જેમ સહેલાણીઓ માટે ભાડેથી ઈ-સ્કૂટર આપવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યાં છે. AMC દ્વારા ઈ-સ્કૂટરને ભાડેથી મેળવવા માટે રિક્વેસ્ટ ઓફ પ્રપોઝલ મગાવાઈ છે, જેમાં કોન્ટ્રાક્ટરો તેમની દરખાસ્ત રજૂ કરશે અને જે કોન્ટ્રાક્ટરની દરખાસ્ત આવકની દૃષ્ટિએ તંત્રને સારી લાગશે તેને ઈ-સ્કૂટરનો પ્રોજેક્ટ સોંપાશે. પશ્ચિમ કાંઠા અને પૂર્વ કાંઠા પર ત્રણ-ત્રણ સ્થળને ઈ-સ્કૂટર ભાડેથી લેવા માટે પસંદ કરાયાં છે.

સહેલાણીઓ પશ્ચિમ કાંઠાના લોઅર પ્રોમિનાડ પર ઈ-સ્કૂટરને પ્રતિ અડધા કલાકના ભાડેથી લઈને લટાર મારી શકે તે માટે હાલ ત્રણ સ્થળ નક્કી કરાયાં છે, જેમાં વલ્લભસદન, ઉસ્માનપુરા અને ફૂટ ઓવરબ્રિજના પશ્ચિમ છેડાનો સમાવેશ થાય છે. તંત્ર દ્વારા પૂર્વ કાંઠા પર નારણઘાટ, સરદારબ્રિજનો પૂર્વ છેડો તેમજ ફૂટ ઓવરબ્રિજના પૂર્વ છેડા પર સહેલાણીઓને ભાડેથી ઈ-સ્કૂટર મળી રહે તે માટે વિચારણા હાથ ધરાઈ છે. હાલના તબક્કે પશ્ચિમ કાંઠાના ત્રણ અને પૂર્વ કાંઠાના ત્રણ મળીને કુલ છ સ્થળેથી આ પ્રોજેક્ટ હાથ ધરાશે.

અત્યારે તો તંત્રે ઈ-સ્કૂટરની ભાડાની આવકમાં દસ ટકાની હિસ્સેદારી માગી છે. આ ઉપરાંતની પ્રક્રિયા પાર પાડવા ત્રણેક મહિના લાગશે. એટલે કે નવરાત્રિ-દિવાળીની આસપાસ કુલ ૧૦૦ ઈ-સ્કૂટરની સુવિધાનો લાભ સહેલાણીઓને મળતો થઈ જશે તેવો તંત્રનો આશાવાદ છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles