અમદાવાદ : આયુર્વેદમાં પુષ્ય નક્ષત્રમાં બાળકને સુવર્ણપ્રાશન કરાવવાનો ઉલ્લેખ છે. બાળકોના સર્વાંગી વિકાસમાં આ સંસ્કારની મહત્ત્વની ભૂમિકા હોવાનું મનાય છે. આપણે ત્યાં પુષ્ય નક્ષત્ર સાથે સોનાની ખરીદીની સંકલ્પના સંકળાયેલી છે. આ નક્ષત્રમાં સોનું-ચાંદી ખરીદવાથી તમારી સંપત્તિ વધે છે એવી માન્યતા પણ છે તો સ્વાસ્થ્યથી મોટી સંપત્તિ દુનિયામાં કઈ હોઈ શકે?
પ્રાપ્ત વિગતો મુજબ, શ્રી સિદ્ધિવિનાયક સેવા સંઘ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદના સહયોગથી આવતીકાલથી એટલે કે 25/7/2025 ને શુક્રવારના રોજથી દર મહિને પુષ્યનક્ષત્ર દિવસે નાના બાળકોને નિ:શુલ્ક સુવર્ણપ્રાશન આયુર્વેદિક ટીપાં આપવાનું આયોજન કરાયું છે, દરેક મહિનાના પુષ્યનક્ષત્રના દિવસે સવારે 9-00 થી 12-00 અને સાંજે 5-00 થી 8-00 સમય દરમિયાન સૌ લોકોને તેમના બાળકો માટે લાભ લેવા શ્રી સિદ્ધિવિનાયક સેવા સંઘ દ્વારા અનુરોધ કરાયો છે.તમને જણાવી દઈએ કે સુવર્ણપ્રાશનના આયુર્વેદિક ટીપાં જન્મથી લઇને 12 વર્ષ સુધીના બાળકો લઇ શકે છે,
‘સુવર્ણ’ એટલે સોનુ અને ’પ્રાશન’ એટલે ચટાવવુ.સુવર્ણ ભસ્મ સાથે બ્રાહ્મી, શંખપુષ્પી,વસા જેવી અન્ય બુદ્ધિ શક્તિવર્ધક ઔષધોને મેળવીને આ પ્રાશન તૈયાર કરવામાં આવે છે. તેનાથી બાળકોની બુદ્ધિશકિત, યાદશક્તિ તેમજ રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. આયુર્વેદમાં વિધાન છે કે યોગ્ય વિધિથી નિષ્ણાંત વૈદ્ય દ્વારા બનાવવામાં આવેલ સુવર્ણપ્રાશનના નિયમિત સેવન બાળકને શ્રુતધર અર્થાત્ સાંભળવા માત્રથી યાદ રાખી શકે તેવુ મેધાવી બનાવી શકે છે..
સુવર્ણપ્રાશન જન્મ થી લઇને 12 વર્ષ સુધીના બાળકો લઇ શકે છે…
સ્થળ – સિદ્ધિવિનાયક મંદિર, અખબારનગર સર્કલ , માનસી હોસ્પીટલ સામે, નવાવાડજ , અમદાવાદ -13
સમય- દરેક મહિના ના પુષ્યનક્ષત્ર ના દિવસે સવારે 9-00 થી 12-00 અને સાંજે 5-00 થી 8-00
પુષ્યનક્ષત્રની તારીખો – 25/7/2025 (શુક્રવાર)
21/8/2025 (ગુરુવાર)
17/9/2025 (બુધવાર)
15/10/2025 (બુધવાર)
11/11/2025 (મંગળવાર)
8/12/2025 (સોમવાર )