અમદાવાદ : અમદાવાદમાં AMC દ્વારા પે એન્ડ પાર્કમાં કોન્ટ્રાક્ટરો દ્વારા વાહનચાલકો પાસેથી દોઢ ગણું કે બે ગણું ભાડું વસૂલતા હોવાની ફરિયાદો ઉઠતા તંત્ર દ્વારા પે એન્ડ પાર્ક કે પાર્કિંગની જગ્યા છે ત્યાં ભાડાં સૂચવતાં બે બોર્ડ ફરજીયાત મૂકવાનો આદેશ કર્યો છે.આ માટે એસ્ટેટ વિભાગને ૧૫ દિવસનો સમય અપાયો છે. આગામી ૧૫ દિવસમાં લોકો વાંચી શકે તેવા સુવાચ્ય અક્ષરોમાં બે-બે બોર્ડ મુકાઈ જશે.
અમદાવાદમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટના ધ્યાનમાં આવતા તેમણે વાહનચાલકોને પડતી હાડમારી દૂર કરવા એસ્ટેટ વિભાગને તાકીદ કરી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ આ અંગે વધુમાં કહે છે, જે જે જગ્યાએ મ્યુનિ. પે એન્ડ પાર્ક કે પાર્કિંગની જગ્યા છે ત્યાં ભાડાં સૂચવતાં બે બોર્ડ મૂકવાનાં રહેશે. એક ENTRY પર અને બીજું EXIT રસ્તે મૂકવાનું રહેશે. આ માટે એસ્ટેટ વિભાગને ૧૫ દિવસનો સમય અપાયો છે.