અમદાવાદ : શહેરના વાડજ પોલીસ સ્ટેશન ખાતે આજે રક્ષાબંધનના પવિત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વાડજ પોલીસ સ્ટેશનમાં પોલીસ ઈન્સપેકટર સી.જી.જોષીના માર્ગદર્શન હેઠળ પોલીસ જવાનોને મ્યુ કાઉન્સિલર અને ભાજપ મહિલા મોરચાની બહેનોએ રક્ષા સૂત્ર બાંધ્યા હતા. ભાજપ મહિલા મોરચાની બહેનોએ પોલીસ જવાનોને કુમકુમ તિલક કરી આરતી ઉતારી તેઓને રાખડીઓ બાંધી હતી.
વાડજ પોલીસ સ્ટેશન ખાતે આજે રક્ષાબંધનના પવિત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મ્યુ કાઉન્સિલર ભાવનાબેન વાઘેલા અને ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ગીતાબેન પટેલની આગેવાનીમાં બહેનોએ પોલીસ જવાનોને રાખડી બાંધી હતી. વાડજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર સી.જી.જોષી સહિત પોલીસ જવાનો અને મહિલા પોલીસને કપાળે કુમકુમ તિલક કરી જમણા હાથે રાખડી બાંધવામાં આવી હતી. રાખડી બાંધ્યા બાદ બહેનોએ ભાઈઓને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું. તેમણે પોલીસ જવાનોને આશીર્વાદ પણ આપ્યા હતા.જ્યારે પોલીસ જવાનોએ પણ આ બહેનોને સુરક્ષા સાથે સતત સલામતીનું વચન આપ્યું હતું.
વાડજ પોલીસ સ્ટેશનમાં ભાઈબેનના હેતનો પર્વ ઉમંગ અને ઉલ્લાસ સાથે ઉજવાયો હતો. પરિવારોથી દુર રહ્યીને સતત નિષ્ઠાથી પોલીસ વિભાગમા ફરજ બજાવતા પોલીસ જવાનોને તહેવાર પણ ઉજવવા નથી મળતો, ત્યારે આ મહિલા મોરચાની બહેનોએ આ કમી પૂરી કરી હતી.
આ ભારતીય સંસ્કૃતિનું મહત્વપૂર્ણ પર્વ છે. એકબીજા પ્રત્યે પ્રેમભાવ વધે અને પવિત્રતાનું મહત્વ સમજાય તે ભાવથી આ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. રક્ષાબંધન પર્વ ભારતીય પરંપરા સાથે જોડાયેલું છે જે પરસ્પર પ્રેમ વરસાવે છે. આ ભાઇ-બહેનને પવિત્ર સ્નેહે બાંધવાનું પર્વ છે. ભારતમાં મૂલ્યનિષ્ઠ સમાજની સ્થાપના થાય તે માટે આ પર્વ ઉજવવામાં આવે છે.