અમદાવાદ : આગામી 11 ઓગસ્ટથી 17 ઓગસ્ટ સુધી યોજાનારા “હર ઘર તિરંગા કાર્યક્રમ” અંતર્ગત અમદાવાદમાં તમામ ઘરો, દુકાનો, ઓફિસો, સરકારી કચેરીઓ વગેરે જગ્યાએ રાષ્ટ્ર ધ્વજ લહેરાવવાના આયોજનના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા અંદાજે રૂ. 6 કરોડના ખર્ચે 22 લાખ જેટલા રાષ્ટ્રધ્વજ અને ઝંડા ખરીદવામાં આવશે. કોર્પોરેશન એક રાષ્ટ્રધ્વજ 25 રૂપિયા લેખે વેચાણ કરશે.
AMC સ્ટેન્ડિગ કમિટી ચેરમેન હિતેશભાઇ બારોટ માહિતી આપતા જણાવ્યુ હતું કે, લોકોમા દેશ ભાવના વધે તે માટે સરકાર દ્વારા આ અભિગમ અપનાવ્યો છે. દેશમાં એક તરફ આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી થઇ રહી છે. ત્યારે રાજ્ય સરકાર સુચના મુજબ અમદાવાદ મહાનગર પાલિકા પણ હર ઘર તિરંગા અભિયાન ચલાવશે. સ્થાનિક કાઉન્સિલરો, સામાજિક સંસ્થાઓ અને આગેવાનો સાથે રાખી કામ કરાશે.
એક અંદાજ મુજબ શહેરમાં રહેણાક અને દુકાન મળી કુલ ૨૨ લાખ પ્રોપર્ટી છે. ત્યારે દરે ઘર દિઠ અને દુકાન કે મોલ દિઠ તિરંગા લગાવામાં આવે તેવું આયોજન કરાયું છે. AMCએ ૨૨ લાખ તિંરગાનો ઓડર આપ્યો છે, જેની પાછળ ૫ કરોડનો ખર્ચે કરશે. દરેક સામાન્ય વ્યક્તિ અથવા ઘર દિઠ કે દુકાન દિઠ ૨૫ રૂપિયામાં તિંરગો આપશે. AMCએ દાવો કર્યો છે કે કોઇ તિંરગો વિના મુલ્યે આપશે નહી.