અમદાવાદ : ડિજીટલ ગુજરાતના નિર્માણ માટે નાગરિકોના વિશાળ હિતમાં રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેમાં મોબાઈલ ચોરી જેવા સામાન્ય કિસ્સામાં પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા નાગરિકો હવે ભૂતકાળ બનશે. ગુજરાત પોલીસની મહત્વની સેવાઓ હવે ઓનલાઈન થવા જઈ રહી છે. વાહન ચોરી અથવા મોબાઈલ ફોન ચોરીની ફરિયાદ માટે e-FIR સેવા ઉપલબ્ધ થશે. FIR નોંધાયાના 48 કલાકમાં પોલીસ સામેથી ફરીયાદીનો સંપર્ક કરશે.
ગુજરાત સરકાર આવતીકાલે E- FIR લોન્ચ કરશે. 23 જુલાઈથી 14 ઓગસ્ટ સુધી જાગૃક્તા કાર્યક્રમ યોજાશે. હાલ વાહન ચોરી અને મોબાઈલ ચોરી મુદ્દે ઈ- FIR નોંધાશે. આ નવતર પ્રયોગના કારણે ગુજરાત પોલીસ પર ભારણ ઓછું થશે. તો બીજી તરફ ત્રિ- નેત્ર પ્રોજેક્ટથી ગુના ઉકેલવામાં મોટી મદદ મળશે. e-FIR ની આ સુવિધા ફક્ત તેવા સંજોગોમાં જ મેળવી શકાશે કે જેમાં આરોપી અજ્ઞાત હોય તથા ઘટના દરમિયાન બળનો ઉપયોગ ન થયો હોય કે ઈજા ન પહોંચી હોય.