અમદાવાદ : આજે શનિવાર સાંજના સમયગાળા દરમિયાન અનરાધાર વરસાદ ત્રાટક્યો હતો. અમદાવાદ શહેરમાં પૂર્વથી લઇને પશ્ચિમ સુધી ધોધમાર વરસાદ થયો હતો. જેને લઈને શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા.મુખ્ય માર્ગો પર જાણે નદીઓ વહેતી થઇ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.પૂર્વ વિસ્તારમાં એક કલાકમાં ખોખરા, અમરેલી અને હાટકેશ્વર બેટમાં ફેરવાયું હોય તેવા દૃશ્યો સર્જાયા છે. અમદાવાદમાં માત્ર એકાદ કલાક પડેલા વરસાદના કારણે લોકોના ઘરો અને ચોકમાં પાણી ફરી વળ્યા છે.
અમદાવાદમાં સમી સાંજથી રાત સુધી બોપલ, સોલા, પ્રહલાદનગર, સાયન્સ સિટી, ગોતા, થલતેજ, મકરબા, વેજલપુર, બોડકદેવ, હાટકેશ્વર, ઈસનપુર, આંબાવાડી, નવરંગપુરા, બાપુનગર, નરોડા, અમરાઈવાડી, સરસપુર, કાલુપુર, ચાંદખેડા, ચાંદલોડિયા, વાડજ, નારણપુરા, મણીનગર વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે એટલું જ નહીં, હાટકેશ્વર વિસ્તારમાં ભારે વરસાદને પગલે બેટમાં ફેરવાયું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી ત્રણ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.