અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે, જેને પગલે તંત્ર ઉંધા માથે છે. અમદાવાદ આગમન બાદ એરપોર્ટથી નિકોલ સુધી દોઢેક કિ.મી લાંબો રોડ શો યાજાશે. આ ઉપરાંત બે દિવસીય મુલાકાત દરમિયાન વડાપ્રધાન અમદાવાદ,ગાંધીનગર અને મહેસાણામાં કુલ 5477 કરોડના વિકાસના કામોનું લોકાપર્ણ અને ખાતમુહુર્ત પણ કરશે.
મીડિયા રિપોર્ટ મુજબ, ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને આગેવાનોની અમદાવાદ પોલીસે અટકાયત કરી લીધી છે. ખરાબ રોડ-રસ્તાઓ અને વોટચોરીના મુદ્દે કાળા વાવટા બતાવી વિરોધપ્રદર્શન કરવાની કોંગ્રેસની યોજના હતી, પરંતુ એ પહેલાં પોલીસે કાર્યવાહી કરતાં કોંગ્રેસ પ્રવક્તા નાગજી દેસાઈ સહિત અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન, ઉપપ્રમુખ અમિત નાયક અને અન્ય નેતાઓને નજરકેદ કરાયા છે.
વડાપ્રધાનના વિરોધ કાર્યક્રમને પગલે અમદાવાદ શહેર પોલીસે 25 જેટલા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત તેમજ નજરકેદ કર્યા છે. વડાપ્રધાનનો કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓને નજરકેદ અને અટકાયત કરી રાખવામાં આવશે.