અમદાવાદ : અમદાવાદમાં નારણપુરા, સોલા અને નવા વાડજમાં હાઉસીંગ રીડેવલપમેન્ટને લઈને 120થી વધુ સોસાયટી-ફ્લેટના રહીશો જર્જરિત બાંધકામને લઈને હાઉસીંગ રીડેવલપમેન્ટની માંગણી કરી રહ્યા છે જેમાં સરકારની હાઉસીંગ રિડેવલપમેન્ટ નીતિમાં રહેલી પ્રજાવિરોધી ત્રુટીઓમાં ફેરફારની માંગણીઓને હાઉસીંગ બોર્ડથી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છતાં કોઈ પરિણામ ના આવતા છેવટે લાખો રહીશો આકરાપાણીએ હોવાનું જાણવા મળ્યું છે, આવનાર ચૂંટણીમાં અન્ય વિકલ્પો જેવા કે ચૂંટણીનો બહિષ્કાર, નોટા કે વિરોધપક્ષને સમર્થન અથવા તો હાઉસીંગનો ઉમેદવાર ‘સ્વયં ઉમેદવાર’ મુદ્દે લડી લેવાના મુડમાં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલ રિડેવલપમેન્ટ માર્ગદર્શિકા-૨૦૧૬માં સુધારા સહિતની માંગણીઓને લઈને હાઉસીંગ એપાર્ટમેન્ટ રિડેવલોપમેન્ટ ફેડરેશન દ્વારા રિડેવલપમેન્ટ પોલિસી પ્રજાવિરોધી અને બિલ્ડરના લાભાર્થે હોવાનો આક્ષેપ કરતા કુલ પંદર મુદ્દે સુધારાઓને લઈને હાઉસીંગ બોર્ડ કમિશ્નરથી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆત, દેખાવો, ધરણાં સહિતના લોકશાહી ઢબે આંદોલનો કરવા છતાં કોઈ પરિણામ નહીં આવતા હાઉસીંગના રહીશો આવનાર વિધાનસભાની ચૂંટણીઓમાં અન્ય વિકલ્પો જેવા કે ચૂંટણીનો બહિષ્કાર, નોટા કે વિરોધપક્ષને સમર્થન અથવા તો હાઉસીંગનો ઉમેદવાર ‘સ્વયં ઉમેદવાર’ મુદ્દે વિચાર કરી રહ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
અમદાવાદમાં નારણપુરા, સોલા અને નવા વાડજમાં હાઉસીંગ મતદારો મોટી સંખ્યામાં હોવાથી જો રહીશો આ વિકલ્પો મુદ્દે આગળ વધશે તો આવનાર ચૂંટણીઓમાં ભાજપના ગઢમાં મોટું ભંગાણ સર્જાય તો કોઈ નવાઈ નહિ, હાઉસીંગના રહીશો દ્વારા અપાયેલ આ ચીમકી મુદ્દે આવનાર સમયમાં શું પડઘા પડે છે કે કોઈ સકારાત્મક પરિણામ આવે છે એ તો હવે જોવું રહ્યું.