અમદાવાદ : તાજેતરમાં જ શહેરના જૂના વાડજ વિસ્તારમાં મસમોટો ભૂવો પડ્યો છે. જેના કારણે ઘટનાસ્થળે આવેલ 30 થી 40 વર્ષ જૂનું જોગણી માતાનું મંદિર ભૂવામાં ગરકાવ થઇ ગયું છે. મંદિર (દેરી) અને બાંકડો બંને ભૂવામાં ગરકાવ થઇ ગયા છે.
શહેરમાં જૂના વાડજ પાસે વધુ એક ભૂવો પડતાં ભૂવાની સંખ્યા 65 ને પાર થઈ ગઈ છે. બુધવારે પડેલા આ ભૂવામાં જોગણી માતાનું મંદિર (દેરી) અને બે બાંકડા પણ અંદર ગરકાવ થઈ ગયા હતા.
બુધવારે પડેલા ભારે વરસાદને પરિણામે આ ભુવો પડ્યો હતો, જો કે કોઈ જાનહાની થવાના સમાચાર નથી, અમદાવાદ મ્યુ કોર્પોરેશન દ્વારા તાબડતોબ મંદિર અને ભુવાનું રિપેરિંગનું કામકાજ હાથ ધરાયુ છે.