અમદાવાદમાં : શહેરના ન્યૂ રાણીપમાં આવેલી જૂની કાચની બોટલની ગોડાઉનમાં ભંગારના નામે નકલી ઈંગ્લીશ દારૂ બનાવમાં આવતો હતો. ન્યુ રાણીપમાં આવેલ ગોડાઉનમા શકર મારવાડી નામના વ્યક્તિ અને મોહમ્મદ છીપા નામના બને આરોપી એસેન્સ (કલર), આલ્કોહોલ,અને પાણી મિક્ષ કરીને દરોજ અલગ અલગ મોંઘી કિંમતનું ઈંગ્લીશ દારૂ બનાવીને બોટલોમાં સિલ કરીને વેચાણ કરતા રંગેહાથ ઝડપાઇ ગયા છે.
આ વિશે મળતા રિપોર્ટ મુજબ અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમા આવેલ ભગારના ગોડાઉનમાં બનતો ભેળસેળ દારૂ PCB ટીમે પકડી પાડ્યો છે. આ ગોડાઉનમા શકર મારવાડી નામના વ્યક્તિ અને મોહમ્મદ છીપા નામના બને આરોપી એસેન્સ (કલર), આલ્કોહોલ અને પાણી મિક્ષ કરીને દરરોજ અલગ અલગ મોંઘી કિંમતનો ઈંગ્લીશ દારૂ બનાવીને બોટલોમા સિલ કરીને વેચાણ કરતા હતા.
શંકર મારવાડી નામના આરોપીએ આ જગ્યા 10 હજાર રૂપિયાના માસિક કિંમતે ભાડે રાખી હતી અને છેલ્લા 6 મહિનાથી શંકર અને મોહમ્મદ છીપા નામના આરોપી દારૂની ખાલી બોટલો લાવીને નકલી ઈંગ્લીશ દારૂ બનાવતા હતા. PCBની ટીમે ચોક્કસ હકીકત આધારે રેડ કરતા સામે આવ્યું કે અહીંયા તો આખું ગોડાઉન જ કાચની બોટલોથી ભરેલું હતું. નામ માત્ર ભંગારનું ગોડાઉનનું હતું પણ દરરોજ અહીંયાંથી 1 લાખથી વધારે કિંમતનો દારૂ વેચાતો હોવાની તેવી પ્રાથમિક માહિતી મળી છે.
મહત્વનું છે કે પોલીસથી બચવા અને આ ગોડાઉનમાં અજાણ્યો વ્યક્તિ અંદર પ્રવેશી ના શકે તે માટે 3 કુતરાઓ રાખ્યા હતા. જેથી કોઈ બહારની વ્યક્તિ આવે તો ડાયરેકટ અટેક કરે. હાલ PCBએ બાતમીના આધારે રેડ કરીને મોહમ્મદ છીપા નામના આરોપીની ધરપકડ કરી છે. જ્યારે શંકર મારવાડી નામના ફરાર આરોપીને પકડવા પોલીસે તજવીજ હાથ શરૂ કરી છે.