અમદાવાદ : આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અન્વયે રાષ્ટ્રવ્યાપી આભિયાન “હર ઘર તિરંગા” કાર્યક્રમ અંતર્ગત 13થી 15 ઓગસ્ટ દરમિયાન દેશના સૌ નાગરીકો પોત- પોતાના ઘર, પ્રતિષ્ઠાન, કચેરી, કાર્યાલય, ઓફિસ પર તિરંગો લહેરાવે તે અંતર્ગત ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આજે અમદાવાદમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. તિરંગા યાત્રામાં હર્ષ સંઘવીએ જાતે બાઇક ચલાવ્યું હતું. બાઈક રેલીમાં 1000 જેટલા બાઇકચાલકો જોડાયા હતા. શાહીબાગ સરદાર પટેલ સ્મારક ગાયત્રી મંદિર પાસેથી આ તિરંગા યાત્રાની શરૂઆત થઈ હતી. આ તિરંગા યાત્રામાં કેબિનેટ મંત્રી પ્રદીપ પરમાર, મેયર કિરીટ પરમાર શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ, કોર્પોરેશનના પ્રભારી ધર્મેન્દ્ર શાહ શહેર ભાજપના હોદ્દેદારો અને કોર્પોરેશનના અન્ય પદાધિકારીઓ હાજર રહ્યા હતા.