અમદાવાદ : અમદાવાદ શહેરના પાલડી પોલીસ સ્ટેશન પાસે આવેલ ભઠ્ઠા ચાર રસ્તા પાસે એક યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી છે. આ અંગે મળતી માહિતી મુજબ સવારે ૩.30 વાગ્યાની આસપાસ હત્યા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર નામચીન નૈસલ ઠાકોર નામના યુવકને કારથી ટક્કર માર્યા બાદ છરીના ઘા મારવામાં આવ્યા હતા. હત્યારાઓ નંબર પ્લેટ વગરની કારમાં આવ્યા હતા. જેની બાદ પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પાલડીના ભઠ્ઠા વિસ્તારમાં નામચીન યુવક નૈસલ ઠાકોર વહેલી સવારે 3:30 વાગ્યાની આસપાસ અંજલિ ફ્લાય ઓવરબ્રિજ નીચે પોલીસ સ્ટેશન પહેલાં આવતી ગલી પાસે પહોંચ્યો, ત્યારે પાછળથી એક નંબરપ્લેટ વગરની સ્વિફ્ટ ગાડી આવી હતી. નૈસલ ઠાકોરને કારથી જોરદાર ટક્કર મારી હતી, ત્યાર બાદ કારમાં આવેલા શખસો ગાડીમાંથી બહાર નીકળ્યા હતા અને છરીના ઘા માર્યા હતા. છરીના ઘા મારી નૈસલ ઠાકોરને રોડ ઉપર લોહીલુહાણ હાલતમાં મૂકી ફરાર થઈ ગયાં હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા નૈસલને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો, જોકે તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. પાલડી પોલીસે હાલ આ મામલે તપાસ હાથ ધરી છે.
જયારે પોલીસને આ અંગે જાણ થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, તેને હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જેની બાદ પાલડી પોલીસે સીસીટીવી ફૂટેજ વગેરેના આધારે તપાસ હાથ ધરી છે.