અમદાવાદ : ગુજરાતી ફિલ્મો અને ટીવી શૉઝના શૂટિંગ માટે પ્રાઈમ લોકેશન તરીકે ગણાતું અમદાવાદનું 60 વર્ષ જૂનું પરિમલ ગાર્ડન હવે ભવ્ય અને આધુનિક રીતે તૈયાર થઈ ગયું છે. જે આ 9 ઓગસ્ટથી ફરી અમદાવાદીઓ માટે ધમધમતું થશે. ત્યારે 12 કરોડના ખર્ચે 35 હજાર ચોરસ મીટરમાં ઊભા કરાયેલાં 10 આકર્ષણોથી આધુનિક ગાર્ડન બનવામાં આવ્યું છે. આ ગાર્ડનમાં નવી ડિઝાઇન સાથે જિમ અને પાર્કિગની સુવિધા ઉભી કરવામાં આવી છે.
રિપોર્ટ મુજબ અમદાવાદ શહેરના આંબાવાડી વિસ્તારમાં આવેલા 50 વર્ષ જૂના પરિમલ ગાર્ડનનું 12 કરોડથી વધુના ખર્ચે રિ-ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. 35 હજાર ચોમી વિસ્તારમાં ફેલાયેલા આ ગાર્ડનમાં એમ્ફિ થિયેટર, બેરિકેટેડ સ્પોર્ટસ ઝોન, આધુનિક જિમ્નેશિયિમ, યોગા પેવેલિયન, સિનિયર સિટીઝન માટે અલગ વ્યવસ્થા, પેટ ડોગને લઇ જવા માટે સ્પેસિફિલ જગ્યા ફાળવણી કરવામાં આવી છે. અમદાવાદ મ્યુ કોર્પોરેશન દ્વારા પીપીપી ધોરણે પરિમલ ગાર્ડન તૈયાર કરાયું છે. 50 વર્ષ જૂના પરિમલ ગાર્ડની કાયા પલટ કરવામાં આવી છે. શહેરના અન્ય ગાર્ડન કરતાં આ ગાર્ડન કંઇક અલગ હશે.