અમદાવાદ : ભાઈ-બહેનના પવિત્ર પ્રેમની સૌગાત લઈને આવનાર રક્ષાબંધન પર્વ નિમિત્તે બહેનો તેમના ભાઇના ઘરે જઈને રક્ષાનું સૂત્ર બાંધીને મંગળ આશિષ આપી શકે તેવા આશયથી AMTS બસની મનપસંદ ટિકિટના ભાડામાં ધરખમ ઘટાડો કરવામાં આવે છે. આ રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે AMTSમાં મહિલાઓ રૂ.10 માં એએમટીએસ શરૂ થાય ત્યારથી AMTS બંધ થાય ત્યાં સુધી મુસાફરી કરી શકશે.
AMTS સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધન પર્વ નિમિત્તે મહિલા મુસાફરોને મનપસંદ ટિકિટમાં 50 ટકાની છૂટ અપાશે. પ્રાપ્ત રિપોર્ટ મુજબ તા. 11 ઓગસ્ટ, ગુરુવારે રક્ષાબંધન હોઈ ફક્ત આ તહેવાર પૂરતું મહિલાઓ માટે રૂ.10 ની મનપસંદ ટિકિટ રખાશે, જેમાં મહિલાઓ પ્રથમ પાળીથી રાતની બીજી પાળી પૂરી થવાના સમય સુધી રૂ.10 માં મુસાફરી કરી શકશે, જ્યારે બાળકો માટે ફક્ત રક્ષાબંધન પૂરતું મનપસંદ ટિકિટનું ભાડું રૂ. 5 રખાયું છે.