અમદાવાદ : શહેરના નારણપુરાના વિજયનગર વિસ્તારમાં ભૂગર્ભમાંથી પસાર થતી CNG પાઈપલાઈનમાં કોઈ કારણસર આગ લાગતા અફરાતફરી મચી હતી. પાઈપલાઈનમાં પ્રેશર વધુ હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. અદાણી CNG દ્વારા તાત્કાલીક ગેસનો પુરવઠો બંધ કરી દેવાતા આગ કંટ્રોલમાં આવી હતી. હાલ આગ લાગવાના કારણની તપાસ કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલા વિજયનગર રેલવે ક્રોસિંગ પાસેથી પસાર થતી CNG પાઈપલાઈનમાં ભંગાણ થયા બાદ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી હતી. ગેસના પ્રેશરના કારણે આગ વિકરાળ બની હતી. ત્રણ ફાયર ફાઈટરોએ ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.અદાણી CNG દ્વારા તાત્કાલીક ગેસનો પુરવઠો બંધ કરી દેવાતા આગ કંટ્રોલમાં આવી હતી. હાલ આગ લાગવાના કારણની તપાસ કરવામાં આવી રહી છે.
ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ શહેરના નારણપુરા વિસ્તારમાં વિજયનગર ક્રોસિંગ પાસેથી પસાર થતી અદાણી ગેસ પાઇપલાઇનમાં આગ લાગવાની ઘટના બની હતી. અદાણી ગેસ એજન્સીના અધિકારીઓને કર્મચારીઓને પણ જાણ કરવામાં આવી હતી જેથી તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ગેસ પાઇપલાઇનનો વાલ તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો હતો જેથી ગેસ લીકે થતો બંધ થયો હતો કયા કારણોસર ગેસ લીકે થયું હતું તે અંગે હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.