અમદાવાદ : શક્તિની આરાધનાનો પાવન પર્વ નવરાત્રિ આગામી 22 સપ્ટેમ્બર શરૂ થઈ રહ્યો છે. નવરાત્રિના નવ દિવસ ખેલૈયાઓ ઉત્સાહભેર ગરબાની રમઝટ બોલાવશે. જેમાં અમદાવાદ સહિતના મોટા શહેરોમાં વિવિધ પાર્ટી પ્લોટ, સોસાયટીઓમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે અમદાવાદ પોલીસ કમિશનરે નવરાત્રિમાં 12 વાગ્યા સુધી ગરબા રમવાની મંજૂરીને લઈને માહિતી આપી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરના અધ્યક્ષ સ્થાને ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ કમિશ્નર દ્વારા નવરાત્રિના નવ દિવસ ખેલૈયાઓ ઉત્સાહભેર ગરબાની રમઝટ બોલાવી શકે તે માટે રાત્રે 12 વાગ્યા સુધી ગરબા રમવા દેવામાં આવશે તેવી છુટ આપતી જાહેરાત કરી છે. અમદાવાદ પોલીસ કમિશ્નરે જણાવ્યું કે, અમદાવાદ સહિતના મોટા શહેરોમાં વિવિધ પાર્ટી પ્લોટ, સોસાયટીઓમાં ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે અમદાવાદ પોલીસ કમિશનરે નવરાત્રિનું આયોજન રાત્રે 12 વાગ્યા સુધી દિલખોલીને ગરબા રમી શકશે.
પોલીસ કમિશ્નરે જણાવ્યું કે, નવરાત્રી ગુજરાતનાં મહત્વના પર્વો પૈકીનું એક છે. લાખો લોકોની આસ્થા સાથે માતાજીની ભક્તિ કરવા માટે વિવિધ સોસાયટીઓમાં અને પાર્ટીપ્લોટમાં ગરબા રમવા માટે જતા હોય છે. તેવામાં નાગરિકો પર્વનો ભરપુર આનંદ ઉઠાવી શકે અને કોર્ટનાં ચુકાદાનું પણ ધ્યાન રાખીને પોલીસ રાત્રે 12 વાગ્યા સુધી ગરબાને મંજૂરી આપી છે.
અમદાવાદના અનેક જગ્યાએ નવરાત્રિના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ પોલીસ દ્વારા પણ નવરાત્રીને ધ્યાને રાખીને તૈયારીઓ કરી લેધી છે. અમદાવાદ પોલીસ નાગરિકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. અમદાવાદ પોલીસ કમિશનરે શહેર સુરક્ષાને લઈને સમગ્ર પોલીસ સ્ટાફ ઉપરાંત 112 અને SHE ટીમ પણ તૈયાર હોવાનું જણાવ્યું હતું.