અમદાવાદ : રક્ષાબંધન તહેવાર નિમિત્તે બહેનો પોતાના વ્હાલ સોયા ભાઇને રાખડી બાંધી રક્ષા કવચ પહેરાવે છે, ત્યારે આ પવિત્ર તહેવાર નિમિત્તે એએમટીએસ દ્વારા બહેનોની મુસાફરી માટે વિશેષ યોજના જાહેર કરવામાં આવી છે. રક્ષાબંધનના તહેવાર નિમિત્તે મહિલાઓને AMTSમાં મુસાફરી ફ્રી જાહેર કરવાનો નિર્ણય કરાયો છે. આ સાથે જ 10 વર્ષથી નાના બાળકો માટે પણ મુસાફરી ફી કરાઇ છે.
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા રક્ષાબંધન નિમિત્તે બહેનોને ખાસ ગિફ્ટ આપવામાં આવી છે. રક્ષાબંધનના દિવસે બહેનો AMTSમાં નિશુલ્ક મુસાફરી કરી શકશે. બહેનો ઉપરાંત 10 વર્ષનાં બાળકો માટે પણ ફ્રી મુસાફરીનો નિર્ણય કરાયો છે. અગાઉ AMTS દ્વારા અડધુ ભાડું લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, પણ નિર્ણયમાં ફેરફાર કરી ફ્રી કરી દેવામાં આવી છે.