અમદાવાદ : “આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઉજવણી અન્વ્યે રાષ્ટ્રવ્યાપી અભિયાન “હર ઘર તિરંગા” કાર્યક્રમ અંતર્ગત દરેક ઘર સુધી તિરંગો પહોંચે તેના માટે ખુદ પ્રજાને તેમના જ પૈસાથી જ તિરંગા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આપશે. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં દરેક કોર્પોરેટરને જે બજેટ વર્ષ દરમિયાન ફાળવવામાં આવે છે. તેમાં રૂ.50 હજારથી લઈને એક લાખ સુધીની મર્યાદામાં કોર્પોરેશન પાસેથી તિરંગા લેવાના રહેશે. માત્ર ભાજપના જ નહીં પરંતુ કોંગ્રેસના કોર્પોરેટરોએ પણ તિરંગા માટે પોતાનું બજેટ ફાળવ્યું છે. તેથી કોંગ્રેસના કોર્પોરેટરો પણ ઘર ઘર તિરંગા પહોંચે તેના માટે લોકોને તિરંગા આપશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ કોર્પોરેટરો કૂલ 3.20 લાખ જેટલા તિરંગાની વહેચણી કરશે.
AMC સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશભાઇ બારોટે જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુ કોર્પોરેશનના ભાજપ, કોંગ્રેસ, AIMIM સહિત તમામ કોર્પોરેટરો પોતાના મ્યુ કોર્પોરેટર બજેટમાથી તિરંગા ખરીદી કરી શકશે. સ્થાનિક કોર્પોરેટરો પોતાના બજેટમાંથી મળેલા તિરંગા પ્રજાજનો આપી શકશે. કોર્પોરેટરો તેમના વર્ષ 2022-23ના બજેટમાંથી લઘુત્તમ રૂપિયા 50 હજાર અને મહત્તમ 1 લાખની મર્યાદામાં તિરંગા ખરીદી શકશે. સત્તા પક્ષ અને વિપક્ષના તમામ કોર્પોરેટરો પોતાના બજેટમાંથી તિરંગાની ખરીદી માટે ફાળવણી કરી શકશે. અત્યાર સુધી 7 લાખ તિંરગાનું વેચાણ AMC દ્વારા કરવામાં આવ્યું છે.