અમદાવાદ : અમદાવાદમાં આજે ટ્રાફિક પોલીસ મહિલાઓએ રક્ષાબંધનની અનોખી રીતે ઉજવણી કરી છે. આજે રક્ષાબંધનના અવસરે સવારથી જ ટ્રાફિક મહિલા પોલીસે હાથમાં મેમોની બુક નહીં પરંતુ કંકુ, ચોખા, રાખડી અને મીઠાઈ સજાવેલી થાળી રાખી હતી. જેની પાછળનું કારણ હતું કે લોકો તહેવારના દિવસે પોતાના જીવનનું મૂલ્ય સમજે અને પોતાની સુરક્ષાનું ધ્યાન રાખે.
આજે શહેરમાં રક્ષાબંધનના દિવસે અલગ અલગ સ્થળોએ અમદાવાદ ટ્રાફિક પોલીસે વાહન ચાલકોને નિયમનો ઉલ્લંઘન કરનાર બદલે તેમને નિયમોનું પાલન કરવાથી પોતાના અને પોતાના પરિવારની રક્ષા થશે તેવું જણાવીએ હાથે રક્ષા બાંધી હતી આ સમગ્ર બાબતથી પોલીસ અને પબ્લિક વચ્ચે ખૂબ સુમેળ ભર્યા વર્તન નો અહેસાસ થયો હતો.
જે વાહન ચાલકોએ સીટબેલ બાંધ્યો ન હતો હેલ્મેટ પહેરી ન હતું તેમ જ ક્યાંક ને ક્યાંક ટ્રાફિકનો ઉલ્લંઘન કર્યું હતું તેવા લોકોને રોકીને તેમને પોતાની સુરક્ષા અને પોતાના પરિવારની સુરક્ષા વિશે સમજ આપી હતી અને તેમને રાખડી બાંધીને તેમના માટે પ્રાર્થના પણ કરી હતી તેમજ તેઓ હવે ટ્રાફિકના નિયમોનું પાલન કરશે તેવું વચન પણ લીધું હતું.