22.3 C
Gujarat
Sunday, December 8, 2024

અમદાવાદીઓ મેટ્રોમાં મુસાફરી માટે તૈયાર થઇ જાઓ, નવરાત્રીમાં મેટ્રોના બંને ફેઝ શરૂ કરવાની તૈયારી

Share

અમદાવાદ : અમદાવાદીઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદને આ નવરાત્રીમાં મેટ્રો ટ્રેનની ગીફ્ટ મળશે. અમદાવાદમાં મેટ્રો ટ્રેન ફેઝ-1 નો ટ્રાયલ રન અંતિમ તબક્કામાં છે. જેને લઈ હવે ટૂંક સમયમાં જ અમદાવાદમાં મેટ્રો ટ્રેન દોડતી થઈ જશે. મેટ્રો ટ્રેનના ફેઝ-1માં 2 કોરિડોર હશે. જેમાં APMCથી મોટેરા સ્ટેડિયમ અને થલતેજથી વસ્ત્રાલ સુધી આ સેવા શરૂ થશે.

મેટ્રો રેલ સેફ્ટી કમિશનર(CMRS) આવતા સપ્તાહમાં ફાઈનલ ઈન્સ્પેક્શન કરશે. CMRSની ટીમ ઓગસ્ટની 20 તારીખે અમદાવાદ આવશે અને સમગ્ર 40 કિમીના રૂટ પર નિરીક્ષણ કરશે. જ્યારે આ ટીમ નિરીક્ષણ પૂર્ણ કરશે ત્યાર બાદ ગુજરાત મેટ્રો રેલ સર્વિસ દ્વારા મેટ્રોની સર્વિસ લોન્ચ કરવા માટેની ફાઈનલ મંજૂરી માટે જરૂરી પેપરવર્ક પૂર્ણ કરવામાં આવશે. CMRS દ્વારા આ સર્વિસની માન્યતા આપવા માટે 15થી 20 દિવસનો સમય લાગશે. ત્યાર બાદ સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહમાં અમદાવાદમાં મેટ્રો ટ્રેનની સર્વિસ શરૂ થઈ જશે.

નવરાત્રીએ શરૂ થનારી મેટ્રો ટ્રેનના ફેઝ-1માં 2 કોરિડોર હશે. જેમાં કોરિડોર-1માં APMC થી મોટેરા સ્ટેડિયમ સુધી અને કોરિડોર-2 માં થલતેજ થી વસ્ત્રાલ સુધી મેટ્રો ટ્રેન દોડશે. વિગતો મુજબ મેટ્રો ટેનનુ વધુમાં વધુ ટિકિટ રૂ.25 હશે. આ સાથે એપીએસીથી વસ્ત્રાલ સુધીનુ ભાડુ રૂ.25 હશે તો થલતેજ થી વસ્ત્રાલ ગામ સુધીની ટિકિટ રૂ.25 હશે. આ તરફ અલગ અલગ સ્ટેશનની ટિકિટ રૂ 5, 10, 15, 20 અને 25 હશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles