અમદાવાદ : અમદાવાદના જિલ્લા પંચાયત ઓફિસના ગેટ સામે જાહેર રોડ પર, ACB ની ટીમે હોમગાર્ડ કંપની કમાન્ડર પપ્પુભાઈ પ્રેમજીભાઈ પટેલ (ઉ.વ. 44)ને રૂ.1000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો.આરોપીએ ફરિયાદી હોમગાર્ડને નાઈટ ડ્યુટીમાં ગેરહાજર ન બતાવવા અને હેરાનગતિ ન કરવા માટે લાંચની માંગણી કરી હતી.આ કેસની વિગત મજબ ફરીયાદી હોમગાર્ડ તરીકે સેવા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં શાહપુર-કારંજ કંપની 3 ડિવીઝન 5નો હોમગાર્ડ કંપની કમાન્ડર પપ્પુભાઇ પ્રેમજીભાઇ પટેલ રૂ.1,000 ની લાંચ લેતા ACBને હાથ ઝડપાઈ ગયો હતો. ફરિયાદીને હોમગાર્ડમાં ફરજ દરમ્યાન નાઇટમાં ગેરહાજર નહીં મુકવા તેમજ હેરાન નહીં કરવા આ કામના આરોપી પપ્પુભાઈ પટેલે ફરીયાદી પાસે રૂ.1,000ની લાંચની માંગણી કરી હતી.જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય તમણે ACBનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી.
જેને આધારે ACB દ્વારા જિલ્લા પંચાયત ઓફિસના ગેટની સામે, જાહેર રોડ પર, લાલ દરવાજા ખાતે લાંચનુ છટકુ ગોઠવવામાં આવ્યું હતું. જેમાં આરોપી પપ્પુભાઈ પટેલ લાંચ લેતા ઝડપાઈ ગયો હતો.