Wednesday, February 11, 2026

અમદાવાદમાં પેટ ડોગની રજિસ્ટ્રેશન ફી વધારીને રૂપિયા 2 હજાર કરાઈ, જાણો કેટલા રજિસ્ટ્રેશન થયા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં AMC દ્વારા આ વર્ષના આરંભથી પેટ ડોગ એટલે કે પાલતુ કૂતરાં રાખવા રજિસ્ટ્રેશન પ્રક્રીયા ફરજિયાત કરાઈ છે. 1 ઓકટોબરથી શહેરમાં પાલતુ કૂતરાં રાખવા પ્રતિ ડોગ રજિસ્ટ્રેશન ફી રૂપિયા બે હજાર કરાઈ છે.શહેરમાં અંદાજે 50 હજાર જેટલા પેટ ડોગ માલિકો દ્વારા રખાઈ રહયા છે. જે સામે સપ્ટેમ્બર અંત સુધીમાં માત્ર 18596 પેટ ડોગનુ રજિસ્ટ્રેશન માલિકો દ્વારા કરાવવામા આવ્યુ છે.

પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદમાં AMC દ્વારા આ વર્ષના આરંભથી પેટ ડોગ એટલે કે પાલતુ કૂતરાં રાખવા રજિસ્ટ્રેશન પ્રક્રીયા ફરજિયાત કરાઈ છે.1 ઓકટોબરથી શહેરમાં પાલતુ કૂતરાં રાખવા પ્રતિ ડોગ રજિસ્ટ્રેશન ફી રૂપિયા બે હજાર કરાઈ છે. શહેરમાં અંદાજે 50 હજાર જેટલા પેટ ડોગ માલિકો દ્વારા રખાઈ રહયા છે. જે સામે સપ્ટેમ્બર અંત સુધીમાં માત્ર 18596 પેટ ડોગનુ રજિસ્ટ્રેશન માલિકો દ્વારા કરાવવામા આવ્યુ છે.

શહેરમાં સૌથી વઘુ 3559 લેબ્રાડોર અને 1359 જર્મન શેફર્ડ પેટ ડોગની નોંધણી કરાઈ છે. પેટ ડોગની સંખ્યા સામે ઓછા પ્રમાણમાં રજિસ્ટ્રેશન કરાતા કોર્પોરેશનની ટીમ હવે ઘેર ઘેર જઈ તપાસ કરશે. પેટ ડોગનું રજિસ્ટ્રેશન નહીં કરાવનાર માલિકને નોટિસ આપશે.રેબીસ ફ્રી અમદાવાદ શહેર-2030 માટેની ગાઈડલાઈન અનુસાર શહેરમાં રાખવામાં આવતા પાલતુ કૂતરાં માટે પહેલી જાન્યુઆરીથી રજિસ્ટ્રેશન કરાવવુ ફરજિયાત બનાવાયુ છે.

તમને જણાવી દઈએ કે મે મહીનામાં રામોલ-હાથીજણ વોર્ડમા આવેલી રાધે રેસીડેન્સીમાં રોટ વીલર નામના પાલતુ કૂતરાંએ ચાર માસની બાળકી ઉપર હૂમલો કરતા તેનુ મોત થયુ હતુ.આ ઘટના પછી કોર્પોરેશન તરફથી શહેરના અલગ અલગ વિસ્તારમાં પેટ ડોગ રાખતા માલિકો તેમના પાલતુ કૂતરાંનુ રજિસ્ટ્રેશન કરે.તેને વેકસિન અપાવે એ સહીતની અન્ય બાબતને લઈ લોકોને જાગૃત કરવા કાર્યક્રમ પણ કરાયા હતા.

આમ છતાં શહેરમાં પાલતુ કૂતરાં રાખનારા માલિકો દ્વારા પાલતુ કૂતરાંના રજિસ્ટ્રેશનને લઈ કોઈ ખાસ રસ બતાવવામાં આવ્યો નથી.31 ડિસેમ્બર સુધી પ્રતિ પાલતુ કૂતરાં દીઠ રૂપિયા બે હજાર રજિસ્ટ્રેશન ફી અમલમાં રહેશે.જે પછી ફીમાં વધારો કરાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...