અમદાવાદ : અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી વૃંદાવન ચિલ્ડ્રન હોસ્પિટલમાં રવિવારે (5 ઓક્ટોબર) આગનો બનાવ સર્જાયો હતો. હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જ્યારે આગના બનાવને લઈને તાત્કાલિક ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે આવીને આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી.સદભાગ્યે, હોસ્પિટલમાં દાખલ તમામ 10 બાળકોને સમયસર અને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા, જેથી કોઈ જાનહાનિ થઈ નથી.
મળતી માહિતી મુજબ, શહેરના પાલડીમાં હોસ્પિટલમાં આગ લાગતાં 3 ફાયર ફાઈટરની ગાડી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવી લીધો હતો.સદભાગ્યે, હોસ્પિટલમાં દાખલ તમામ 10 બાળકોને સમયસર અને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનામાં કોઈ પ્રકારે જાનહાનિ ન થઈ હોવાનું સામે આવ્યું. જ્યારે ક્યાં કારણોસર આગ લાગી તેને લઈને જાણકારી મળી નથી, ત્યારે આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અમદાવાદમાં ખુબ જ હૃદય દ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. બેદરકારીની તમામ હદોને પાર કરી ચુક્યું છે ગુજરાત. જ્યાં કોઇ પણ પ્રકારનાં નિતિ નિયમો વગર કોઇ પણ પ્રકારનો ધંધો ચલાવી શકો છો. જ્યારે તમે પકડાઓ અથવા તો કોઇ મોટો કાંડ થઇ જાય ત્યારે અચાનક સરકાર અને તંત્ર જાગે છે અને ફરી એકવાર આખા રાજ્યમાં તપાસનાં નામે એસઆઇટી જેવા અલગ અલગ ખેલ કરીને મામલો થાળે પાડી દે છે.