અમદાવાદ : રાજ્ય તહેવારને લઈ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ઓનલાઈન ફટાકડાની ખરીદી કે વેચાણ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. શહેરમાં રાત્રીના 8 થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. તેમજ વધુ ઘોંઘાટ કરતા ફટાકડા ફોડવા પર અને વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા 11 જેટલા નિયમોનું પાલન કરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.ઓછા એમિશન ઉત્પન્ન કરે છે તેવા ફટાકડાનું ઉત્પાદન અને વેચાણ કરી શકાશે નહીં.ભારે ઘોંઘાટ વાળા ફટાકડા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાથી અને વધુ પ્રમાણમાં હવાનું પ્રદૂષણ અને ઘન કચરો પેદા કરતા હોવાથી બાંધેલા ફટાકડા ફોડી શકાશે નહીં. લાયસન્સ ધરાવતા વેપારીઓ જ ફટાકડાનું વેચાણ કરી શકશે. ઈ કોમર્સ વેબસાઇટને ઓનલાઇન તમામ પ્રકારના ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ રહેશે.હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થા, ધાર્મિક સ્થળોના 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારને સાઇલેન્ટ ઝોન ગણવામાં આવ્યો છે. જેથી આ વિસ્તારમાં કોઈપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહીં. જો કોઈ જાહેરનામાનો ભંગ કરશે તો તેના સામે ગુનો પણ નોંધવામાં આવશે.
આ ઉપરાંત હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્ર, શૈક્ષણિક સંસ્થા અને ધાર્મિક સ્થળોની 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારને સાયલેન્ટ ઝોન ગણવામાં આવશે જેથી તેની કોઈપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહીં.કોઈપણ પ્રકારના વિદેશી ફટાકડા રાખી શકાશે નહીં અને તેનું વેચાણ પણ કરી શકાશે નહીં.બજારો, શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તાઓ, પેટ્રોલ પંપ નજીક, બોટલિંગ પ્લાન્ટ, એલ.પીજી, ગેસના સ્ટોરેજ અન્ય સળગી ઊઠે તેવા પદાર્થોનો સંગ્રહ કરેલા ગોડાઉન અને હવાઈમથકની નજીક ફટાકડા ફોડી શકાશે નહીં.કોઈપણ પ્રકારના ચાઇનીઝ તુક્કલનું ઉત્પાદન અને વેચાણ કરી શકાશે નહીં, તેમજ કોઈ પણ સ્થળોએ ઉડાવી શકાશે નહીં.