અમદાવાદ : આજે દેશભરમાં 76માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અલગ અલગ જગ્યાએ ધ્વજ વંદન અને તિરંગા યાત્રા યોજાઈ હતી.અમદાવાદમાં પણ આજે સરખેજમાં 2375 ફુટ લાંબા તિરંગા સાથે યાત્રા યોજાઈ હતી જેમાં અનેક લોકોએ ભાગ લીધો હતો.1 કિમી લાંબી યાત્રા દેશભક્તિના રંગમાં રંગાઈ ગઈ હતી.
સામાન્ય સંજોગોમાં રાષ્ટ્રીય પર્વમાં હિન્દૂ અને મુસ્લિમ લોકો આવા કાર્યક્રમમાં જોડાઈ એકતાનો સંદેશો આપતા હોય છે. ત્યારે આ તિરંગા મહારેલીમાં તમામ ધર્મ સંપ્રદાયના લોકો જોડાયા હતા. અમદાવાદમાં પ્રથમ વખત આ વિસ્તારમાંથી સૌથી મોટો 2375 મીટર લાંબા રાષ્ટ્ર ધ્વજ સાથેની મહાતિરંગા યાત્રા નીકળી હતી.
આ યાત્રામાં હિન્દૂ સંતો, મુસ્લિમ મૌલાના અને પોલીસ અધિકારીઓ પણ જોડાયા હતા. સાથો સાથ આસપાસની સ્કૂલના 2000 થી વધુ બાળકો રસ્તા પર રાષ્ટ્ર ધ્વજ લઈ નીકળી કોમી એકતા અને રાષ્ટ્ર વિકાસનો સંદેશ આપતા નજરે પડયા હતા.