અમદાવાદ : અમદાવાદમાં મોડી રાતથી મેઘરાજની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. શહેરના એસ.જી. હાઈવે, નવરંગપુરા, નારણપુરા, નવા વાડજ, શિવરંજની, આંબાવાડી, દરિયાપુર, કાલુપુર, સરસપુર, બાપુનગર સહિત નિકોલ અને નરોડા વિસ્તારમાં વરસાદમાં પડ્યો. વરસાદના કારણે શહેરના કેટલાક નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. જેથી લોકોની હાલાકીમાં વધારો થયો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ આજે શહેરના લગભગ દરેક વિસ્તારમાં વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો છે. વરસાદને પગલે સવારે ઓફિસ જવા માટે નીકળેલા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ધોધમાર વરસાદને પગલે અમુક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોકે, સ્કૂલ અનો કૉલેજોમાં રજા હોવાથી રસ્તાઓ પર ઓછો ટ્રાફિક જોવા મળ્યો હતો. નોંધનીય છે કે સોમવારે સાંજે પણ અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો.