અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર અમદાવાદના પ્રવાસે આવી રહ્યા છે. જન્માષ્ટમીનું પર્વે અમિત શાહ ગુજરાતમાં ઉજવશે. વસ્ત્રાપુરમાં કલ્યાણપુષ્ટિ હવેલી ખાતે પરિવાર સાથે દર્શન કરશે. મહત્વનું છે કે કોઈ પણ મોટા તહેવારમાં અમિત શાહ પરિવાર સાથે ગુજરાત આવી ઉજવણી કરતાં હોય છે.
કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાત આવી રહ્યા છે ત્યારે તેમનો આ પ્રવાસ રાજકીય રીતે પણ મહત્વનો માનવામાં આવી રહ્યો છે, કેમ કે આગામી વિધાનસભા ચૂંટણીને લઈ પણ આ પ્રવાસમાં રાજકીય સોગઠાં ગોઠવાઈ શકે છે. મહત્વનું છે કે કોઈ પણ મોટા તહેવારમાં અમિત શાહ પરિવાર સાથે ગુજરાત આવી ઉજવણી કરતાં હોય છે.