અમદાવાદ : અમદાવાદના ન્યુ મણિનગર વિસ્તારમાં પાલતુ શ્વાન દ્વારા બાળક પર હુમલો કરવાના ગંભીર મામલામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સખ્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. AMC એ તાત્કાલિક પગલાં લેતાં હુમલો કરનાર શ્વાનને કબજે કરી લીધું છે.આ કાર્યવાહી દ્વારા AMC એ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પાલતુ શ્વાન રાખવાના નિયમોનું પાલન ન કરનાર માલિકો સામે કડક પગલાં લેવાશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ન્યુ મણિનગર શ્વાન હુમલા મામલે AMC એ તાત્કાલિક પગલાં લેતાં હુમલો કરનાર શ્વાનને કબજે કરી લીધું છે.કબજે કરેલા શ્વાનને હાલમાં મેડિકલ પરીક્ષણ માટે લઈ જવામાં આવશે. આ કાર્યવાહી દ્વારા AMC એ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પાલતુ શ્વાન રાખવાના નિયમોનું પાલન ન કરનાર માલિકો સામે કડક પગલાં લેવાશે.
AMC એ કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે આ શ્વાનનું રજિસ્ટ્રેશન ઓગસ્ટ મહિનામાં કરવામાં આવ્યું હતું. તેમ છતાં, પાલતુ શ્વાન રાખવાના નિયમોનું પાલન કરવામાં માલિક દ્વારા બેદરકારી રાખવામાં આવી હતી.આ બેદરકારીના પગલે, AMC હવે શ્વાન માલિક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવશે.આ કાર્યવાહી દ્વારા AMC એ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પાલતુ શ્વાન રાખવાના નિયમોનું પાલન ન કરનાર માલિકો સામે કડક પગલાં લેવાશે.
ન્યુ મણિનગરની આ ઘટનાએ શહેરમાં પાલતુ શ્વાનના રજિસ્ટ્રેશનના મુદ્દાને ફરી સપાટી પર લાવી દીધો છે. આંકડાઓ મુજબ અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 18,776 ડોગનું રજિસ્ટ્રેશન થયું છે. જોકે, શહેરમાં 50 હજારથી વધુ પાલતુ શ્વાન હોવાનો અંદાજ છે. મોટાભાગના શ્વાન માલિકો રજિસ્ટ્રેશન બાબતે નિષ્ક્રિય જોવા મળે છે.આ ઘટના બાદ, AMC હવે રજિસ્ટ્રેશન ન કરાવનાર માલિકો સામે પણ સખ્ત વલણ અપનાવે તેવી શક્યતા છે.


