અમદાવાદ: શહેર પોલીસમાં એક યુવતીએ એક યુવક સામે ફરિયાદ નોંધાવી છે. આ ડોક્ટર યુવતીને એક યુવક સાથે મેટ્રી મોનિયલ સાઇટ પર મિત્રતા થઈ હતી. પરંતુ આ યુવક સાથે સંબંધ ન રાખવા હોવાથી યુવતીએ તેને મળવાનું અને વાત કરવાનું બંધ કરી દીધું હતું. જેથી આ યુવકે એક તરફી પ્રેમમાં પાગલ થઈને યુવતીને હેરાન પરેશાન કરવાનું શરૂ કર્યું હતું અને અલગ અલગ 17 નંબર પરથી યુવતીને ફોન અને મેસેજ કરવા લાગ્યો હતો. સમગ્ર બાબતને લઈને મહિલા તબીબે ફરિયાદમાં કરતા હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, શહેરના સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં એક મહિલા તબીબ સાથે છેડતી થઈ હોવાની ફરિયાદ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. મહિલા તબીબે ફરિયાદમાં આક્ષેપ કર્યો છે પાર્થ પટેલ નામનો યુવક છેલ્લા કેટલાક સમયથી તેનો પીછો કરતો સોશ્યલ મીડિયા ઉપરાંત ક્લિનિક પર આવીને તેને પરેશાન કરતો હતો. જો કે તેને સમજાવટ બાદ પણ યુવકે મહિલાનો પીછો છોડ્યો નહોતો અને અંતે કંટાળીને મહિલાએ આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી ગુનો નોંધાવ્યો. જેને પગલે સેટેલાઇટ પોલીસે હાલ આરોપી પાર્થ પટેલની ધરપકડ કરી છે.