અમદાવાદ : અમદાવાદ અને તેની આસપાસમાં મહિલાઓને લઈને સામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા પરિશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટનો શુભારંભ સમારોહ યોજાયો. નવા વાડજમાં આવેલ વિશ્વકર્મા મંદિર ખાતે તારીખ-21 /8 /2022 ના રોજ પરિશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ નું ઉદઘાટન પ્રમુખ જયશ્રીબેન અજય કુમાર પંચાલ તથા મંત્રી નિકિતાબેન જનકભાઈ પંચાલ, ઉપપ્રમુખ મોનાબેન વિપુલભાઈ પંચાલ અને સહમંત્રી પારૂલબેન ધર્મેશભાઈ પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું, તેમાં સમાજના વડીલો અગ્રણીઓ તથા આમંત્રિત મહેમાનો અને સખી સહેલી મંડળની સહેલીઓ ઉપસ્થિત રહ્યા હતા
પરિશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટનું ઉદઘાટન પ્રસંગે પ્રમુખ જયશ્રીબેન પંચાલે જણાવ્યું હતું કે ટ્રસ્ટ દ્વારા આગામી સમયમાં બહેનોને સરકાર તરફથી જે પણ યોજનાઓ છે તેના વિશે સમજાવી અને તેના મળવામાં પાત્ર લાભથી માહિતગાર કરશે. આ સિવાય બહેનોને આત્મનિર્ભર બનાવવા માટે ભરતગુંથણ સિલાઈ વર્ક, ચોકલેટ મેકિંગ, પેપર બેગ મેકિંગ, કેન્ડલ મેકિંગ, તેમજ બ્યુટી પાર્લર અને કોમ્પ્યુટર જેવા ક્લાસીસની શરૂઆત કરશે. કુદરતી આફત સમયે અનાજ કીટ વિતરણ, ફૂડ પેકેટ તેમજ મેડિકલ સહાય જેવા સદકાર્યો પણ કરશે. બહેનો માટે ફાઇનાન્સિયલ અવેરનેસ માટેનો પણ પ્રોગ્રામ કરવામાં આવશે.
આ સિવાય ઓનલાઇન ફ્રોડથી બચવા માટેની પણ તાલીમ આપવામાં આવશે. બહેનોને ફાયર સેફ્ટીની પણ તાલીમ આપવામાં આવશે. બહેનોના સ્ત્રી રોગ જાગૃતિ અભિયાન માટેની પણ શિબિર યોજી ટ્રેનિંગ આપવામાં આવશે. જીવનમાં ઇન્સ્યોરન્સનું શું મહત્વ છે તેના વિશે પણ સમજણ આપવામાં આવશે. આવી ઘણી બધી યોજનાઓ પરિશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ આગામી સમયમાં કરવા જઈ રહી છે.