અમદાવાદ : અમદાવાદમાં ચોમાસાને કારણે અનેક વિસ્તારમાં રસ્તાઓ પર મસમોટા ખાડા પડ્યા છે.ખરાબ રસ્તાને કારણે સામાન્ય જનતાને હાલાંકી ભોગવવાનો વારો આવ્યો છે.રસ્તા પરના ખાડાને કારણે અકસ્માત સહિત વાહનને નુકસાનની ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે વિપક્ષે તૂટેલા રોડ મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું. મ્યુનિસિપલ વિપક્ષ નેતા શહેઝાદ પઠાણે બેનર લગાવીને રસ્તાઓ મામલે વિરોધ કર્યો હતો.
આજે વિવિધ વિસ્તારોમાં તૂટેલા રોડ પર રાઉન્ડ લઈ અને મેયર કિરીટ પર અને કમિશ્નર લોચન સહેરા માર્ગ તરીકે નામકરણ કરવામાં આવ્યું હતું. જેમાં નામકરણ સાથેના બેનરો લગાવી અને તેની વિશેષતા લખવામાં આવી હતી કે કોન્ટ્રકટરના ફાયદા માટે બનાવવામાં આવેલ રોડ આ રોડ પર વાહન ચલાવશો તો ડિસ્કો ડાન્સ આવડી જશે અને હાડકા ડોકટર પાસે જવું પડશે એક જ વરસાદમાં આ રોડ ધોવાઈ જાય છે.