અમદાવાદ : શહેરમાં મોડી રાત્રે નબીરાઓ બેફામ બન્યા છે. બ્રેઝા કારચાલકે 2 હોમગાર્ડ જવાનો સહિત 5 લોકોને અડફેટે લીધા છે. સિંધુભવન રોડ પર આવેલ અર્બન ચોક પાસે આ ઘટના બની છે અને ઘટનાની જાણ થતાંની સાથે જ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો.અંતે કાર બેરિકેડ સાથે અથડાયા બાદ ચાલક વાહન ઘટનાસ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો હતો. આ મામલે એફઆઈઆર નોંધીને ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરના પોશ વિસ્તાર સિંધુભવન પાસે એક અકસ્માત થયો હતો, જેમાં એક ઝડપી કાર ચાલકે ફરજ પરના બે હોમગાર્ડ સહિત પાંચ લોકોને ટક્કર મારી હતી. અકસ્માત બાદ ભાગવાનો પ્રયાસ કરતા ડ્રાઇવરે ત્રણ મજૂરોને પણ ટક્કર મારી હતી. ઘટનામાં કોઈનું મોત થયું નથી અને મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી.ઘટનાની માહિતી મળતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી.
ખાસ વાત એ છે કે પોલીસે આ ઘટનામાં બે લોકોની અટકાયત પણ કરી છે, અને કાર ચાલકની ઓળખ હજુ સુધી જાણી શકાઈ નથી. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.સિંધુભવન રોડ પર મોડી રાત્રે થયેલા આ અકસ્માત બાદ પોલીસે નજીકના સીસીટીવી કેમેરા પણ તપાસ માટે કબજે કર્યા છે. પોલીસે એ પણ તપાસ શરૂ કરી છે કે કાર ચાલક નશામાં હતો કે નહીં.
તમને જણાવી દઈએ કે અમદાવાદનો સિંધુભવન રોડ એક પોશ વિસ્તાર છે, અને યુવાનો ઘણીવાર આ રસ્તા પર અકસ્માતો કરાવે છે, બેદરકારીથી વાહન ચલાવે છે અને સ્ટંટ કરે છે. પોલીસને આ વાતની ખબર પણ નથી! જો કે ઘટના બાદ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.


