અમદાવાદ : અમદાવાદ સ્માર્ટ સિટીમાં રખડતા ઢોર હવે બ્રિજ ઉપર પણ જોવા મળી રહ્યા છે. ત્યારે શહેરના ઝાયડસ બ્રિજ પર ભેંસના કારણે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો. આ અક્સમાતમાં એક ટ્રક પલટી ગઈ. અકસ્માતમાં ટ્રકના ડ્રાઈવરને ઈજા થઈ હતી. જેને સારવાર માટે સોલા સિવિલમાં લઈ જવામાં આવ્યો હતો. અમદાવાદમાં કોર્પોરેશનની કામગીરી છતા રખડતા ઢોર પર નિયંત્રણ નથી.ઢોર ત્રાસ અંકુશ વિભાગની કામગીરીની જોઈએ એવી અસર દેખાતી નથી.
હાઈકોર્ટના આદેશ બાદ દોડતા થયેલા તંત્ર દ્વારા રખડતા પશુઓ પકડવા માટેની મ્યુનિ.ના ઢોર ત્રાસ અંકુશ વિભાગ ટીમની સંખ્યા સાત થી વધારીને એકવીસ કરવામાં આવી છે.એક ટીમમાં કેટલ કેચીંગ મજુર સહિત અંદાજે દસ કર્મચારીઓના કાફલાને ફરજ ઉપર મુકવામાં આવ્યા છે.૨૧ ટીમ રખડતા ઢોર પકડી શકે એ માટે ૯૫ થી વધુ વાહન ઉપયોગમાં લેવામાં આવી રહયા છે.પોલીસ ઉપરાંત એસ.આર.પી.ના વાહનોની પણ મદદ લેવાઈ રહી છે.
ત્રણ દિવસમાં વિવિધ વિસ્તારમાંથી ૫૪૦ રખડતા ઢોર પકડીને કેટલ પોન્ડમાં પુરવામાં આવ્યા છે.રવિવારે દિવસ દરમિયાન ૪૩૦ કીલોગ્રામ ઘાસચારાનો જથ્થો જપ્ત કરવાની સાથે ચાર પેડલ રીક્ષા જપ્ત કરાઈ હતી.કામગીરીમાં અવરોધ કે ઘાસ વેચાણ પ્રતિબંધ અંગેના જાહેરનામાનો ભંગ કરવા બદલ કાગડાપીઠ અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાઈ હતી.પશુઓ રખડતા કે ખુલ્લા મુકવા બદલ અત્યારસુધીમાં કુલ ૭૨ ફરિયાદ કરવામાં આવી છે.હાઈકોર્ટના આદેશ છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોર ત્રાસ અંકુશ વિભાગની કામગીરીની જોઈએ એવી અસર દેખાતી નથી.