Friday, May 15, 2026

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલના વહીવટને લઈને આવ્યા મોટા સમાચાર, લેવાયો આ મોટો નિર્ણય

spot_img
Share

અમદાવાદ : અમદાવાદની જાણીતી સેવન્થ ડે સ્કૂલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સેવન્થ-ડે સ્કૂલનો વહીવટ હવે રાજ્ય સરકારે પોતાના હસ્તક લઈ લીધો છે. શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે સત્તાવાર ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે.શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા ઠરાવ મુજબ, સેવન્થ-ડે સ્કૂલનો વહીવટ સરકાર હસ્તક લેવામાં આવ્યો છે. સ્કૂલમાં હવે પછી નવા વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવશે નહીં.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે એડવેન્ટિસ્ટ હાયર સેકન્ડરી સ્કૂલનો વહીવટ હવે રાજ્ય સરકારે પોતાના હસ્તક લઈ લીધો છે. શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે સત્તાવાર ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે.શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા ઠરાવ મુજબ, સેવન્થ-ડે સ્કૂલનો વહીવટ સરકાર હસ્તક લેવામાં આવ્યો છે. અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી વહીવટકર્તા હશે.

આ નિર્ણયથી હાલમાં સ્કૂલમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર નહીં થાય. હાલમાં આ શાળામાં આશરે 10,000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જેઓ વર્તમાન વ્યવસ્થા હેઠળ પોતાનો અભ્યાસ ચાલુ રાખી શકશે. સરકારે સેવન્થ-ડે કેમ્પસમાં આવેલી તમામ શાળાઓનો વહીવટ પોતાના હસ્તક લેવાનો નિર્ણય કર્યો છે. શિક્ષણ વિભાગનો આ નિર્ણય ખાનગી શાળાઓના વહીવટ અને ભવિષ્યના પ્રવેશ અંગે મહત્વની અસર કરી શકે છે.

શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે એડવેન્ટિસ્ટ હાયર સેકન્ડરી સ્કૂલમાં 19 ઓગસ્ટ 2025ના રોજ એક મોટો વિવાદ ઊભો થયો હતો. ધોરણ 10ના વિદ્યાર્થીને તેના જ જુનિયર વિદ્યાર્થીએ છરીના ઘા મારીને હત્યા કરી હતી. આ ઘટના નાની ઝઘડામાંથી શરૂ થઈ હતી, પરંતુ વિદ્યાર્થીને સમયસર તબીબી મદદ ન મળવાથી તેનું મોત થયું હતું.

સ્કૂલ મેનેજમેન્ટ પર ગંભીર આરોપ લાગ્યા કે તેઓએ બેદરકારી દાખવી હતી. તેમણે ઘટનાની જાણ ન કરી અને પહેલાની બુલિંગની ફરિયાદો અવગણી હતી. આનાથી રોષ ફેલાયો હતો અને વાલીઓ તથા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. આ મામલે રોષે ભરાયેલા વાલીઓ દ્વારા સ્કૂલમાં તોડફોડ કરાઈ હતી અને મણિનગર-ખોખરા વિસ્તારમાં બંધ પાળવામાં આવ્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...