Wednesday, January 7, 2026

અમદાવાદ સિવિલના ડોક્ટરોએ આપ્યું નવજીવન, અન્નનળી વગર જન્મેલી દ્વિજાએ 5 વર્ષે પહેલીવાર મોંઢેથી લીધું ભોજન

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ સિવિલ હોસ્પિટલ ના પીડીયાટ્રીક સર્જરી વિભાગના ડોક્ટરો દ્વારા ખેડાની પાંચ વર્ષની દ્વિજા ઉપર અત્યંત જટીલ એવી ગેસ્ટ્રીક પુલ અપ સર્જરી સફળતાપુર્વક પાર પાડી છે. જન્મથી જ અન્નનળીની ગંભીર ખામી સાથે જન્મેલી ખેડાની 5 વર્ષની માસૂમ દ્વિજાને અત્યંત જટિલ એવી ‘ગેસ્ટ્રિક પુલ-અપ સર્જરી’ દ્વારા નવું જીવન અને નવો સ્વાદ મળ્યો છે. 5 વર્ષ સુધી ટ્યુબ વાટે ખોરાક લેવા મજબૂર બનેલી દ્વિજાએ જ્યારે પહેલીવાર મોંથી કોળિયો લીધો, ત્યારે તેના માતા-પિતા ભાવુક થઈ ડૉક્ટરોનો હૃદય પૂર્વક આભાર માન્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ખેડાના શિક્ષક વૈભવભાઈ મહેતાની દીકરી દ્વિજાને જન્મથી જ ‘ઈસોફેજીયલ એટ્રેશિયા’ (અન્નનળી ન હોવી) નામની ગંભીર બીમારી હતી. આ એક એવી દુર્લભ ખામી છે જે 4000 માંથી માત્ર એક બાળકમાં જોવા મળે છે. જન્મ સમયે જ સિવિલના ડોક્ટરોએ ગળામાં કાણું પાડી લાળ બહાર કાઢવાની અને હોજરીમાં ટ્યુબ વાટે ખોરાક આપવાની વ્યવસ્થા કરી હતી.દ્વિજાના માતા કોકિલાબેન અને પિતા વૈભવભાઈ માટે પાંચ વર્ષ સુધી બાળકને ટ્યુબ વાટે પોષણ આપવું એ અગ્નિપરીક્ષા સમાન હતું. શરીરમાં લોહીની ખામી અને શરદી-કફ જેવી સમસ્યાઓને કારણે સર્જરી માટે 5 વર્ષ રાહ જોવી પડી હતી. આખરે દ્વિજાનું સ્વાસ્થ્ય સુધરતા અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષી અને તેમની ટીમે આ પડકાર ઉપાડ્યો હતો.

ડો. રાકેશ જોષીએ જણાવ્યું કે દ્વિજાના પિતાએ જ્યારે ખાનગી હોસ્પિટલમાં તપાસ કરી ત્યારે આ સર્જરીનો ખર્ચ 4 થી 5 લાખ રૂપિયા જણાવવામાં આવ્યો હતો, જે મધ્યમવર્ગીય પરિવાર માટે પરવડે તેમ નહોતો. સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની કુશળતા પર ભરોસો રાખી તેઓ અહીં આવ્યા અને તા. 17.12.25 ના રોજ ડૉ. રાકેશ જોશી પ્રોફેસર પીડિયાટ્રિક સર્જરી, ડોક્ટર જયશ્રી રામજી પ્રોફેસર પીડીયાટ્રીક સર્જરી અને ડો. સીમા પ્રોફેસર એનેસ્થેસિયા વિભાગ તથા dr. મૃણાલિની અને ડો. કિંજલની ડોક્ટરોની ટીમ દ્વારા પાંચ વર્ષની દ્વિજાની સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે ગેસ્ટ્રિક પુલ અપ સર્જરી સફળતાપુર્વક કરવામાં આવી.

તેઓએ વધુમાં જણાવ્યું કે આ જટિલ સર્જરીમાં બાળકની હોજરીને ઉપર તરફ ખેંચીને તેમાંથી કૃત્રિમ અન્નનળી બનાવવામાં આવે છે. સર્જરી બાદ કોઈ પણ આડઅસર વગર દ્વિજાએ પહેલીવાર મોં વાટે ખોરાક લેવાનું શરૂ કર્યું છે અને હાલ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. વર્ષ 2025માં 3 બાળકોને મળ્યું નવું જીવન. દર વર્ષે દેશમાં આશરે 18 હજાર બાળકો આવી ખામી સાથે જન્મે છે. વર્ષ 2025માં સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ આવી 3 જટિલ ગેસ્ટ્રિક સર્જરી કરીને બાળકોના જીવનમાં સ્વાદ ભર્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...

અંબાજી શક્તિપીઠમાં ઈતિહાસ બદલાયો: હવે આઠમની મહાપૂજાના દર્શન તમામ ભક્તો કરી શકશે!

અંબાજી : શક્તિપીઠ અંબાજી મંદિરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર સ્થાપના બાદનો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે....

ગિફ્ટ સિટીમાં દારૂના નિયમોમાં મોટો ફેરફાર, વિદેશી પ્રવાસીઓ તથા અન્ય રાજ્યના ઓળખપત્ર બતાવી મેળવી શકશે દારૂ

ગાંધીનગર : ગિફ્ટ સિટીના મુલાકાતીઓ અને કર્મચારીઓને ક્રિસમસ અને નવા વર્ષની શાનદાર ભેટ સમાન નિર્ણયમાં રાજ્ય સરકારે દારૂબંધીના નિયમમાં વધુ રાહત આપતું જાહેરનામું બહાર...

GSRTCની નવી પહેલ, હવે ST બસમાં મુસાફરી દરમિયાન મળશે ગરમાગરમ ભોજન, જાણો કઈ રીતે કરશો ઓર્ડર

ગાંધીનગર : ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોની સુવિધામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે. હાઈ-ટેક બસો બાદ હવે નિગમે મુસાફરોની જઠરાગ્નિ...

ઇમ્પેક્ટ ફીની મુદતમાં પાંચમી વખત છ માસનો વધારો, ગેરકાયદેસર બાંધકામ થઈ જશે કાયદેસર

ગાંધીનગર : ગુજરાત અનધિકૃત વિકાસ નિયમિત કાયદા 2022 હેઠળ રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફી ભરીને ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટેની સમયમર્યાદા આગામી 6 મહિના...

મોંઘવારીનો વધુ એક માર, વાહનોનું PUC કઢાવવું હવે મોંઘું થશે ! ટુ-વ્હીલર, ફોર-વ્હીલરના નવા ભાવ જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકારે વાહનો માટે પીયુસીના દરમાં વધારો કર્યો છે. વાહનો માટે ફરજિયાત પોલ્યુશન અન્ડર કંટ્રોલ સર્ટિફિકેટ (પીયુસી) મેળવવા હવે વાહન માલિકોને વધુ...