અમદાવાદ : અમદાવાદના કોતરપુર વેસ્ટર્ન ટ્રંક મેઈન લાઇનમાં જોડાણની કામગીરી કરવાની હોવાથી કોતરપુર વોટર વર્કસમાંથી મધ્ય ઝોન વિસ્તારમાં 30 જાન્યુઆરીના રોજ સાંજે પાણી પૂરું પાડવામાં આવશે નહીં.31 જાન્યુઆરીના રોજ સવારે અને સાંજે ઉપલબ્ધ જથ્થા મુજબ પાણી આપવામાં આવશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના મધ્ય ઝોન વિસ્તારમાં જેમ કે શાહપુર, દરિયાપુર, માધુપુરા, શાહીબાગ, દુધેશ્વર, જમાલપુર, ખાડિયા, રાયખડ, અસારવા, લાલદરવાજા વિસ્તારમાં 30 જાન્યુઆરીના રોજ સાંજે પાણી આવશે નહીં. 31 જાન્યુઆરીના રોજ સવારે અને સાંજે ઉપલબ્ધ જથ્થા મુજબ પાણી આપવામાં આવશે.
દૂધેશ્વર વોટર વર્કસ -1માં નવા બનાવવામાં આવેલા 20 MLD અન્ડરગ્રાઉન્ડ સમ્પની 700મી.મી.વ્યાસની ફીડર લાઈનું 1600 મી.મી. વ્યાસ કોતરપુર મેઈન ટૂંક લાઈનમાં જોડાણ કરવાની અને નવા બનાવાયેલા 20 MLD પંપહાઉસમાંથી નીકળતી 640પી મી.મી. વ્યાસની મેઈન હેડર લાઈનનું બુસ્ટર પંપ નં.- 3 પાસે આવેલી હયાત 1200 મી.મી. વ્યાસની પાઈપલાઈ સાથે જોડાણ કરવાની કામગીરી તેમજ નવી પૂરી થયેલી કોતરપુર 20 MI.D ટાંકીનું હયાત ભૂગર્ભ ટાંકી સાથે ઈનટ્ કનેક્શનની કામગીરી થશે.
જેના કારણે 30 જાન્યુઆરીના રોજ કોતરપુર વેસ્ટર્ન ટ્રંક મેઈનલાઇનમાં શટડાઉન કરવાની થતી હોવાથી મધ્ય ઝોનના તમામ વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનમાં સાંજનો પાણીનો સપ્લાય બંધ રાખવામાં આવશે.31 જાન્યુઆરીના રોજ સવારે અને સાંજે ઉપલબ્ધ જથ્થા મુજબ પાણી આપવામાં આવશે.


