અમદાવાદ: ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં 10 હજાર કરોડથી વધુના વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ ઉદ્ધાટન અને શિલાન્યાસ કર્યો હતો. ત્યારે શહેરને ગાંધીનગરના જેમ અમદાવાદના કાલુપુર સ્ટેશનને કરોડોના ખર્ચે ફાઈવ સ્ટાર સ્ટેશન બનાવવાનું વચન રેલવે મંત્રી તરફથી આપવામાં આવ્યું છે.
રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા અમદાવાદને વિશ્વ કક્ષાનું રેલવે સ્ટેશન બનાવવાનું વચન આપવામાં આવ્યું છે. અમદાવાદના રેલવે ટ્રાફિકથી 24 કલાક ધમધમતા કાળુપુર રેલવે સ્ટેશનની કાયાપલટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ગાંધીનગર જેવુ જ અદ્યત્તન રેલવે સ્ટેશન બનાવવાની વિચારણા હાથ ચાલી રહી છે.
તેમણે ઉમેર્યું હતું કે, હોટેલ સાથે નવુ રેલવે સ્ટેશન બનાવાશે. જેમા ફાઈવ સ્ટાર હોટેલ સહિતની સુવિધા કાલુપુર રેલવે સ્ટેશન પર ઉપલબ્ધ કરાવાશે. આ પ્રોજેક્ટ હાલ વિચારણા હેઠળ છે. આજે કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ પણ ગુજરાત પ્રવાસે છે ત્યારે વચન આપ્યું હતું.