અમદાવાદ : તહેવારો નિમિત્તે ખાણી-પીણીના એકમો પર AMCના ફૂડ વિભાગે લાલ આંખ કરી છે. બે દિવસ પહેલા બોપલ રોડ પર વડાપાઉંનું એકમ સીલ કર્યા બાદ આજે 5 ઓક્ટોબરે વધુ ત્રણ એકમો સીલ કરવામાં આવ્યા છે, જેમાંથી એક એકમમાં તો પનીરમાંથી જીવાત નીકળી હતી.
તહેવારોની સિઝનને ધ્યાને રાખી AMCનું ફૂડ વિભાગ સક્રિય થયું છે. કડક કાર્યવાહી કરતા ફૂડના 3 એકમો સીલ કરી દેવામાં આવ્યા છે. ગજાનંદ પૌવા, ચેતક ચવાણા અને હોટલ દેવ પેલેસ સીલ કરાઇ છે. ગજાનંદ પૌવામાં હાઈજેનિકનો અભાવ જોવા મળ્યો હતો. જ્યારે હોટેલ દેવ પેલેસના પનીરમાંથી જીવાત મળતા તેણે સીલ કરી દેવામાં આવી છે.
આ સાથે AMCના ફૂડ વિભાગે શહેરમાંથી 27 એકમોના ફાફડા અને જલેબીના સેમ્પલ ટેસ્ટિંગ માટે લીધા છે. જેનો રિપોર્ટ આવતા તે દુકાનો પર પણ કાર્યવાહીના એંધાણ છે.